________________
પ્રકરણ ૨૦]
[૨૪૯ જીવન જીવી રહ્યો છું ! કેવા એ જડ-ચેતનના ભેદ પરખી ચેતનપક્ષે જીવનને જીવનારા! અને હું એ ભેદ નહિ સમજ: નારે કે જડ-ચેતનને શંભુમેળ કરી જડ કાયાને જ મારી જાત માનનારો મૂરખ ! કે કાયાના જ પક્ષે જીવન જીવનારો અબુઝ પામર !”
શ્રવણ-વાંચનમાં ફેર :–
સાધુસમાગમે આ ભાન જાગે છે, એટલે એમના પર એવારી જઈ એમને વિનય, નમસ્કાર, સેવા-ભક્તિ અને એમની પાસેથી આત્મહિતનું શ્રવણ કરવાનું બને છે. વિનયપૂર્વક લીધેલી વિદ્યા ફળે છે, તેમજ મુખના હાવભાવ અને બોલવાના અમુક અમુક accent (ઓછા વધતા ભાર સાથેના શબ્દોચ્ચારણ)ની શ્રોતા પર ઘેરી અસર પડે છે, એટલે શ્રવણ એ શ્રવણ, અને વાંચન એ વાંચન. વાંચનમાં આ લાભ ન મળે. છતાં જ્યાં શ્રવણ ન મળે ત્યાં, તેમજ શ્રવણ મળ્યા પર એને તાજું રાખવું જ છે
ત્યાં પણ ધાર્મિક-આધ્યાત્મિક વાંચન ઉપયોગી બને છે, પણ વાંચન આ હોં, કે જેમાં આત્મહિતની જ વસ્તુ આલેખેલી હાય. મહાપુરુષનાં ચરિત્ર, જીવ-અજીવ આદિ તત્વ, સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ, માર્ગાનુસારી, આદિધાર્મિક, સમકિતી. શ્રાવક, સાધુ વગેરેનાં આચાર–અનુષ્ઠાન,–આને લગતાં શાસ્ત્રનું વાંચન જોઈએ.
રોજ ને રોજ વંચાયા કરવાથી તેમજ મુનિઓનાં મુખે સંભળાયા કરવાથી આત્માને ખ્યાલ બહુ આવ્યા કરે, અને એ જ જડ-ચેતનના ભેદજ્ઞાનની દિશા ખૂલી કહેવાય. “જડચેતન જુદા છે, જુદા છે..એટલી રટણ માત્રથી કાંઈ ન વળે.