________________
૫]
[ સારી ભેદજ્ઞાનમાં શું શું બને --
ભેજ્ઞાન તે એવું હોય કે જેમાં (૧) આત્મા તરફને પક્ષપાત વધે, આત્મદષ્ટિએ જોવાનું થાય, ને આત્મહિતની જ મુખ્ય. ચિંતા જાગે; તેમજ (૨) દેહ અને દેહને લગતી વસ્તુ પરની આસ્થા, રાગ મમત્વ, વગેરે ઓછા થાય; જીવન દેહની જળે. જથામાં વેડફાઈ જતું દેખાય. ત્યાં હૈયે એની ભારે બળતરા થયા કરે, ને એ બરબાદી અટકાવવા ચારે બાજુથી શકય આત્મહિતની પ્રવૃત્તિઓ ચાલુ રહે. વળી (૩) પાપને સતત ભય રહે, અને (૪) પરલેકને નિરંતર વિચાર આવ્યા કરે, તેમજ (૫) પરમાત્મા અને ગુરુને અપાર ઉપકાર યાદ આવ્યા કરે; (૬) જીવો પ્રત્યે દયાની જ લાગણું વહે.આ બધાં ભેદજ્ઞાનનાં લક્ષણ છે. ધાર્મિક આધ્યાત્મિક શ્રવણ-વાંચન સતત રાખવાથી આ આવે.