________________
૨૪૮ ]! -
[ રુક્મી
મનાવવી ? એ આપણી મુન્સફીની વાત છે. આપણે સ્વતંત્ર, એ આપણને આધીન, એ વસ્તુસ્થિતિ છે. કાયાને પાપામાં રુલતી રાખવી, કે નિષ્પાપ જીવન જીવતી કરવી, એ આપણા કબજાની વસ્તુ છે. કામાંધ હાશિયાર પણ માણસ જડભરત અબુઝ પત્નીને પરવશ પડી જાય, અને એને નચાવ્યે નાચે; એમ આપણું સજ્ઞાન છતાં વિષયાંધ ખની જડભરત અબુઝ કાયાને પરવશ પડી જવાનું થાય છે. કારણ, માત્ર એ આપણને તુચ્છ સુખ દેખાડે છે માટે ને? તો એવા આપણે સુખના લાલચુ છીએ કે આપણુ. સ્વાતંત્ર્ય અને દીઘ હિત ભૂલી કાયા-ઈંદ્રિયાના નચાવ્યા નાચીએ ? એ તે આપણી ભ્રાન્ત દૃષ્ટિના કારણે છે. બાકી ખરી રીતે આપણે એને નચાવી શકીએ છીએ, અતિના સાગ અંધ કરી હિતના માર્ગે જોડી શકીએ છીએ. કાયાના કષ્ટના વિચાર ન કરતાં આપણાં આત્માના હિતના વિચાર કરીએ, એટલી જ જરૂર છે. જડ-ચેતનના ભેદ હૈયે વસાવી દેવા જોઇએ. ભેદ જ્ઞાનમાં પહેલું જરૂરીઃ—
એ વસાવવા માટે કેવળ ચેતન પક્ષે જીવન જીવનાર મુનિમહાત્માના સ`સગð-પરિચય-સેવા પહેલી જરૂરી છે. એમનાં દર્શનમાત્રથી એમનાં આત્મહિતકારી અને કાયા પર અંકુશવાળા ત્યાગમય તથા નિષ્પાપ જીવનનું પ્રતિબિંબ આપણા મન પર પડે છે. દેખાય છે કે આપણા જ જેવા એ હાથ, એ પગ, મેાં માથાવાળા આ ભવ્યાત્મા પેાતાની કાયાને પેાતાની શુભ ઇચ્છાનુસાર દેરી રહ્યા છે,' ત્યારે હું કાયાના દોરવાયા દોરવાઉં છુ. એ નિષ્પાપ જીવન, સજ્ઞાન જીવન, શાંતિમય જીવન જીવી રહ્યા છે, તે હું કાયામાં મુંઝાયેલા પાપભયું, અજ્ઞાન, અને અશાંતિભર્યુ.