________________
કરણ ૨૦] ને અવિનાશિના કયાં? નજર વારે વારે કયાં જાય છે? અબુમાં વિનશ્વર બાહો માટીના પૂતળા પર? કે સબુઝ અવિનાશી અંદરના આત્મા પર?
આપણે આપણને મનથી ગળિયા, દબાયેલા અને પરાશ્રિત માનીએ એ જુદી વાત; એ તો આપણું કાયરકંગાળ બની ગયેલ દષ્ટિનો દેશ છે. બાકી ખરેખર દૃષ્ટિ તે એ જોઈએ કે આપણે અનંત શક્તિના ધણી છીએ, સ્વતંત્ર છીએ, અર્થાત્ જડ, કાયા-ઇન્દ્રિયે વગેરેનું જેમ સંચાલન કરવું હોય તેમ કરી શકીએ છીએ. એ પરતંત્ર, આપણે સ્વતંત્ર. તેમ કાયા નાશવંત આપણે અવિનાશી છીએ. જડ કાયામાં સડન-પડન થાય, આત્મામાં નહિ. એ તો અનંતાનંત કાળથી એ જ અસંખ્યપ્રદેશી છે તે છે જ, અને શાશ્વત કાળ માટે રહેશે.
આ જડ-ચેતનનાં ખાતાં જુદા છે. બંનેના ગુણધર્મો અને કાર્ય નિરનિરાળાં છે. આપણે આ બધું સમજનાર અગર સમજવા મથનાર, તે ચેતન છીએ. આપણી આગળ આપણી કાયા કેણુ? રાંકડી બિચારીનું એનું જેવું સંચાલન કરવું હોય તેવું આપણે કરી શકીએ, અલબત્ આપણે વિકસાવેલી. આપણી શક્તિના અનુસારે. પરંતુ એ સંચાલન કરી આત્માના ગુણધર્મનું ખાતું તર કરવાનું છે. એ આપણું “સર્વહક સ્વાધીનને ઉપગ કરીને થાય. કાયાને ભૂખી રાખવી કે ખવરાવવું? અને એાછું ખવરાવવું કે વધુ? એને એદી સુસ્ત ને સુખશીલ રાખવી કે બરાબર કામ કરતી રાખવી? એને જીવોની હિંસા-આરંભ -સમારંભ આદિ કરનારી બનાવવી કે અહિંસક, નિરારંભ,