________________
૨૪૪].
, [ રુક્ષ્મી પિતા, સંસ્કારી ગુરુ, બીજા ઉપકારીઓ અને મહા ઉપકારી દેવ-ગુરુને જે ભૂલે છે એ બિચારા છે હૃદયમાં. શાન્તિ અનુભવી શક્તા નથી કેમકે એમના દિલમાં ધર્મની ફરસના થઈ શકતી નથી, ધર્મ અંતરમાં પરિણામ પામી શકતો નથી, કૃતજ્ઞ નહિ એટલે કે મળતા નહિ, કઠોરતાનું સામ્રાજ્ય. કઠોર દિલમાં ધર્મ કયાંથી ફરસે ?
ધર્મ તે કેમળ દિલમાં ફરસી શકે, કઠેરમાં નહિ. આપણે જ જુઓને કે જે આપણા કરેલા ઉપકાર પર દીકરા-દીકરી આપણી તરફ કૃતજ્ઞ ન બન્યા રહેતાં કૃતધ્ધ બને, તો આપણે એમને કેવા કઠેર નિષ્ફર હૈયાના ગણીએ છીએ? તે પછી આપણને આટલી બધી પુણ્યાઈ કમાવવામાં શ્રેષ્ઠ અને મુખ્ય નિમિત્તભૂત થનાર અરિહંત ભગવાનને જ ભૂલીએ, એમની સેવાને બદલે એમની અવગણના થાય એવી કાયા-માયાની ગણના રાખીએ, તે આપણે પણ કેવા નિષ્ફર હયાવાળા ગણાઈએ ?
“માટે આ હીરાના હાર ઉપર શું, કે બીજી સગવડ– અનુકૂળતા ઉપર શું, બધે જ અરિહંત ભગવાનના અનન્ય અચિંત્ય પ્રભાવને ઉપકારક માનવાનું ભૂલવાનું નહિ. એમને ઉપકાર માનવાને એટલે ખાલી સવાસલે કે વાગાડંબર નહિ કિન્ત મનને એમ થયા કરે કે એ પ્રભુના ઉપકારે તે મને આટલું બધું દીધું, હવે હું આ બધું નહિ તે થેડું તે જરૂર એ. મારા નાથની સેવામાં લગાઉં.
“એવામાં નહિ લગાવું તે આ સંપત્તિ અંતે તે હાથમાંથી જવાની જ છે, પણ અહી હાલ સંપત્તિથી હાથવેંતમાં રહેલ સેવાનો લાભ મેળવવાનું રહી જશે,