________________
હૃદય સાફ સાફ પોકારે,–“કાયા જડ છે, એમાં પૂરાયેલે હું ચેતન આત્મા તદ્દન નિરાળ વિલક્ષણ છું. ધન-માલ-કુટુંબાદિ અધું જ જડ! બધાય માટીની માયા છે!” કુટુંબ જડ? હા, જે કુંટુંબીઓને જોઈ જોઈ રાગ થાય છે, મમત્વ થાય છે, એ કુટુંબીઓને આત્મા જેઈને નહિ, કાયા જોઈને. કાયા જડ છે. રાગ એના પર છે, એમાં વસેલા આત્મા ઉપર નહિ, નહિતર તે જે એ આત્માઓ પર રાગ હોય ને? તે તે આત્માને સારુ સંસ્કાર, સારા ગુણે અને સારી હિતસાધના કેમ વધે, એમની પુણ્યસંપત્તિ કેમ વધે, તથા એમના પાપકચરા કેમ ઓછા થાય એને જ મુખ્ય વિચાર રહે. પછી જડ કાયાનાં પિષણ થાય તે ય આ માટે. અવસરે ૧૦-૨૦ હજાર રૂપિયાને હીરાને હાર પણ લાવી ઘરવાળાના ગળામાં નાખવાનું કરાય તે એમના દિલમાં પોતાના ઉપરને પ્રેમ-સભાવ-આસ્થા ઊભી કરવા દ્વારા આત્મહિતની વાત એમના ગળે ઉતારી દેવા માટે. રાત પડેયે કહી શકાય – - સગાંને બક્ષીસ પર હિતશિક્ષા –
“જુઓ, આજે પુણે યારી આપી, વેપારમાં બે પૈસાન લાભ થયે છે, ત્યારે મનને થાય કે એમાં તમારાં પણ પુણ્યને હિસ્સો છે, એટલે આ તમારા માટે હીરાને હાર લઈ આવવાનું કર્યું. પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે,
અરિહંતનું આપણું માથે ત્રણ – “આ પુણ્ય અરિહંત ભગવાનની સિફારસથી મળેલું છે, એમના અચિંત્ય પ્રભાવે મળ્યું છે. એમની કાંક આડા હાથે કે સીધા હાથે આપણે સેવા ભક્તિ કરી હશે, અને ભગવાન એવા