________________
પ્રિકરણ ૧૮]
[૨૨૯ - નહિ અને મને મળેલ આ છતી સામગ્રીને સદુપયોગ કાં ન - કરી લઉં? નહિતર સામગ્રી ય કયાંય ખેવાઈ હશે અને હું ય વિરાટ ભવચક્રમાં કયાંય એવાઈ જઈશ. એમ બનતાં પહેલાં હવે છે તે હું એને સદુપયોગ, તે ય ભારેમાં ભારે, કરી લઉ. બસ આ વિચારી સદુપયોગ કરી લેવા વિવિધ માગે ઉદ્યમ રાખ.
મળેલ પુણ્યના સદુપયોગના અનેક રસ્તા છે
(૧) પહેલે તે રસ્તે આ, કે મનને સ્વસ્થ અને સ્વચ્છ અનાવતા જઈએ. એને સંસારની વિચિત્ર અને વિટંબણકારી ઘટમાળથી અસ્વસ્થ અશાંત ન બનવા દઈએ; તથા જડ વિષયો અને કક્ષાની આંધીથી મલિન ન થવા દઈએ. સંસારમાં ન લહેવાઈ જવાનું, યા ન અસ્વસ્થ બની જવાનું કે અનુચિત બોલચાલ અને વિષય-કષાયથી મન મેલું કરવાનું નહિ. * આ પહેલે સદુપયોગ ચાલુ કર્યો, પછી તે અનેકાનેક જાતની આત્મકલ્યાણની વૃત્તિઓ અમલમાં આવતી જશે. તેમજ પેલી નિષેધાત્મક દૃષ્ટિનાં રોદણું પણ આ સ્વસ્થ સ્વચ્છ મન પર આવતા અટકી જવાનાં. એ બધાં રોદણની બાબતોને તે સંસારની વિચિત્રતા અને વિટંબણામયતાના ખાતામાં ખતવી નાખતાં
આવડશે. તે આ રીતે – . સંસાર વિચિત્ર ને વિટંબણામય – : મનને લાગશે કે, “હું શાને રેઈ રહ્યો છું? જેને જોઉં છું એ બધું ય સંસારની ઘટનાઓ છે, અને સંસાર તો વિચિત્ર છે એટલે એમાં એવું બધું વિચિત્ર બન્યા જ કરે. સંસાર તે વિટંબમપ જ છે, તેમાં એવી વિટંબણાઓ હેય જ એમાં તાઈ નથી. હું એવા વિચિત્ર અને વિટંબણાભર્યા સંસારને