________________
પ્રકરણ ૧૯] વ્યાકુલ થયેલો એ રાજા “રાજ્યનું શું થશે? પ્રજાનું શું થશે? આશ્રિતનું શું? મારે વીરતાથી એનું રક્ષણ કરવું જોઈએ.” ઈિત્યાદિ કશે વિચાર કરવા જરા ય શે નહિ. પિતાના વિખ્યાત કુળમાં આવા પ્રસંગે કે પુરુષાર્થક્રમ ચાલ્યો આવે છે? પિતાનું પરાક્રમ શું ?.એને કાંઈ જ વિચાર ન કરતાં પોતાના પરિવારની સાથે પ્રાણ બચાવવા તરત જ ત્યાંથી નાઠે.”
જીવને મૃત્યુને ભય કે બાવરો કરી મૂકે છે? કુળની યશવી પ્રણાલિકા કે જાતની જવાબદારીને પુરુષાર્થ ન જોતાં એની તરફ મૃત્યુને ભય એ કેવાં આંખ-મિચામણું કરાવે છે ? મરણના ભયની વિવળતા વ્યાકુળતા ચીજ જ એવી છે, માટે તે જીવન જીવતાં આવતાં પહેલેથી જ આવા ભય જીતી લેવા મનબળ. કેળવવું જોઈએ. કેમ કેળવાય એ ?
મરણને ભય જીતવા ભાવના :
એટલું ધ્યાનમાં રાખજે મરણની સામે નિર્ભયતા, ભાવનાથી દીર્ઘકાળ કેળવ્યા વિના દિલમાં એમજ એકાએક આવવી મુશ્કેલ છે.. મરણના ભયની સંજ્ઞા તો અનાદિકાળથી ચાલુ છે, તે શું અકસ્માતને પ્રસંગ કે અસાધ્ય બિમારીને પ્રસંગ આવતાં મરણને ભય નહિ ઊભું કરે? વારંવાર આ વિચાર આવવું જોઈએ કે “મરણ કે મરણન્ત જેવું કષ્ટ પણ શી વિસાતમાં છે ? કુછ નહિ. એ આવનાર હશે ત્યારે અચૂક આવીને ઊભું જ રહેવાનું છે, પછી રઈશ, કકળીશ, માથાં પછાડીશ, પણ એ મેત કે કષ્ટ નહિ. ટળે. માટે એવા સંગ આવતાં પહેલાં કપી લે કે “એ આવીને. સામે ઊભાં છે છતાં પણ મને કોઈ જ ગભરામણ નથી. મારું શું . લઈ જાય છે એ? મારૂં જ્ઞાનધન, મારૂં ધર્મધન, મારૂં શ્રદધા