________________
પ્રકરણ ૧૬]
[૨૧૩ શુદ્ધ ધર્મ રસ ન રાખ્યાનાં આ બે મેટાં નુકસાન કે સારું ઊભું થવાનું નહિ, ને નરસું ઘણું વધી જવાનું
ચંડલેશિયા-જીવ સાધુએ સહેજ ધર્મરસ ગુમાવ્યો અને જાતવડાઈને રસ રાખે, એમાં નાના સાધુ પર ગુસસે ઊભું કર્યું, તે પછીના ભવેમાં એ ગુસ્સો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કેવો ફાલ્ય ફૂલ્યો ?
બ્રહ્મદત્ત ચક્રીએ પૂર્વ ભવે સાધુપણામાં ધર્મરસ ગુમાવી ચકવર્તીના સુખને રસ ઊભું કર્યું, તે પરભવે કેવું નરકદાયી ચક્રવર્તીપણું મળ્યું?
બાકી પદ્ગલિક આશંસામાં ધર્મરસ તેડી નાખીને દેવલકમાં ગયા, તે ત્યાં સુખ-વૈભવ તો ખરા, પણ ધર્મ બુદ્ધિ નહિ જાગે. ત્યાં નહિ એટલે પછી આગળનું શું પૂછવું ? મહાવીર પ્રભુના જીવ વિશ્વભૂતિએ મુનિપણું પ્રખર વૈરાગ્ય અને પરાક્રમથી લીધું, પાળ્યું પણ સુંદર, તપ અને સંયમમાં આડે આંક વાળે ! તપસ્યાથી શરીર હાડપિંજર-શું કરી નાખ્યું ! પરંતુ પાછળથી પિતરાઈ ભાઈ વિશાખનંદી તરફ ગુસ્સો આવ્ય, બળનું અભિમાન તથા રસ અને લાલસા જાગી, એમાં નિયાણું કર્યું કે “ભવાંતરે આ તપ-સંયમના પ્રભાવે મહાન બળને ધણી થાઉં.” કેવી કરુણ દશા! એમાં ધર્મરસ તેડી નાખે, અને જડ કાયાના બળને અને તેથી દુનિયા પર સત્તા-વર્ચસ્વ-બળપ્રતિષ્ઠાને રસ ઊભું કર્યો. પરિણામ? સંયમના પ્રભાવે દેવલેકમાં તે ગયા, પરંતુ ત્યાં ધર્મરસ શાને ? ત્યાં નહિ તો પછી ચણ શાને?