________________
૨૧૨]
[અમી અહીને જડને રસ ભવભવ એનું નાટક રચે છે. આલોક-પરલેકમાં તફાવત – - જીવનભર જડને રસ રાખ્યા કરવાથી સ્વાભાવિક છે કે એના ઘેરા સંસ્કાર આત્મા પર પડતા રહે ને એ પરલેકમાં સાથે આવી ભભવ એનું નાટક બજાવતા રહે, એ પણ સહજ છે. અહીં તે હજી સંસ્કારનું ચણતર ચાલે છે, એમાં દેવગુરુ-શાસનને સગ મળે છે એટલે તેનું પાકું આલંબન રાખ્યા કરી આ કુસંસ્કારને જામવા ન દેવાનું કરવું હોય તે શક્ય છે. પણ પરલેકની સ્થિતિ જુદી છે. પરલેકમાં ગયા પછી તે અહીંના ચણાઈ ગયેલા સંસ્કારે ખડા રહેવાના. વળી અહીં દેવગુરુ-શાસન મળ્યા છતાં એની ગણના નથી કરી એટલે પરલેકમાં દેવ-ગુરુ-શાસનને વેગ ન મળે, પછી એ કુસંસ્કાર એને ભાવ ભજવ્યા જ કરે ને? કદાચ શાસનની પ્રાપ્તિ થાય તે પણ ચણાઈ પાકા થઈ ગયેલા કુસંસ્કારેવશ એને લાભ ઉઠાવવાનું શે બને ? અહીં જ અનુભવ કરે છે ને કે પૂર્વ ભવમાં ૨સ સાથે સેવેલા આહાર-વિષય-પરિગ્રહના અને ક્રોધાદિ કષાચોના સંસ્કાર કેવા નડી રહ્યા છે? કેવા પરવશ કરી રહ્યા છે? હવે એમાં વધારે કરતાં અટકવું નથી, તે પછી પરભવે અને તે પછીને ભવ કઈ દશા?
એટલે જ આ વાત છે કે કોઈ ધર્મ પ્રવૃત્તિવશ અહીંથી કદાચ દેવલેકમાં ગયા, તે પણ અહીંના આહાર-વિષય-પરિગ્રહ -સુખશીલતા તથા ક્રોધાધિ કષાયના રસ રાખી ઊભા કરેલા કુસંસકાર ત્યાં કેવા નડવાના? જીવને કે પાગલ બનાવવાના