________________
પ્રકરણ ૧૭]
[૨૨૧ રહે છે, અને પ્રયત્ન એના પર ખરી હોંશ-ધગશથી કરીએ છીએ. ભૌતિક ઉપાયે કરતાં આધ્યાત્મિક ઉપાય પર એાછું લક્ષ કે બેપરવાઈ જ રહે એવા દિલમાં આધ્યાત્મિક પરિબળોની અચિંત્ય શક્તિ ઉપર શ્રદ્ધા કેટલી? શ્રદ્ધા હોય તે શું પહેલું લક્ષ એના પર ન જાય?
બેલે, અરિહંત ઉપર તે શ્રદ્ધા છે, પરંતુ અરિહંતની અચિંત્ય શક્તિ પર શ્રદ્ધા છે ?
આજ વિલાયત-અમેરિકા જેવામાં પણ ઈશ્વરને પ્રાર્થના કરવામાં ઈશ્વરની અચિંત્ય અદ્દભુત શક્તિ પર વિશ્વાસ કરી એને પ્રધાન બનાવવામાં આવે છે અને એનું અદ્ભુત ફળ મેળવાય છે. એના પરના પુસ્તકની લાખે નકલો વેચાઈ ગઈ! અને સેંકડો હજારે માણસોએ પોતાના જીવનમાં એને સુખદ અનુભવ કર્યો. આપણે લેકેર જિનશાસન પામેલા છતાં “ઉવસગ્ગહરં પાર્સ... મંગલકલ્યાણ-આવાસ “એસો પંચ નમુક્કારો. પઢમં હવઈ મંગલ
ગૌતમનામે નવે નિધાન વગેરે માત્ર બેલવામાં રાખીએ પણ તેવી તાકાતની સચોટ શ્રદ્ધા ન કરીએ, એ કેટલું વિચિત્ર માટે તે આ મહામંગળને વિસારીને લેભાદિ કષામાં અને પાપપ્રવૃત્તિઓમાં પૂરપાટ દેડયા જવાનું થાય છે. ખબર નથી કે પુણ્ય વધ્યા વિના સુખ નહિ વધે; અને સારું પુણ્ય દેવ-ગુરુધર્મની નિરવાર્થ સેવા વિના નહિ મળે. અલબત અંતરાયના ક્ષપશમ જ સાધન-સગવડ કરી આપે, પણ એ ક્ષપશમ ધર્મ-સાધનાથી થાય, સર્વઅંતરાયથી મુક્ત અરિહંત પ્રભુની ભક્તિથી થાય, એ કયાં યાદ રહે છે?
અર્થકામના પુરુષાર્થ કસ્તાં ધર્મપુરુષાર્થ પ્રધાન છે, મુખ્ય : છે. અને તે પહેલે યાદ કરે જોઈએ, પહેલો અમલમાં લાવ ,