________________
-૨૨૨].
[ રુકમી જોઈએ. માટે તે ધર્મ સંગ્રહ શાસ્ત્રમાં લખ્યું છે કે શ્રાવક આજીવિકાની ચિંતા અર્થે ધંધો કરવા જાય તેમાં પહેલાં પંચનમસ્કાદિ મંગળને ધર્મપુરુષાર્થ કરે.
ધર્મ-પુરુષાર્થ મુખ્ય કેમ?—
અલબત આ મંગળ ધનકમાઈ માટે નથી કરવાનું; કિન્તુ ધર્મપુરુષાર્થ સર્વ પુરુષાર્થમાં મુખ્ય છે, સર્વને આધાર છે તેથી -એને તે દરેક પુરુષાર્થની મોખરે રાખવાને. એટલે અને શ્રદ્ધા જરૂર હોય કે ધર્મથી જ સૌ સારૂં થશે.ધર્મ જ ત્રાણ-શરણતારણહાર છે. બાકી પાપપ્રવૃત્તિ તે જીવને મારનારી જ છે, તારનારી નહિ. માટે ધર્મને મુખ્ય કરીને ચાલવાનું. દેવાધિદેવને પ્રાર્થના કરીએ તે પણ તુચ્છ સ્વાર્થ સાધી લેવા માટે નહિ, પણ ચિત્ત-સમાધિ અને અભય-ચક્ષ-માર્ગ-શરણ–બેધિ આદિ અર્થાત્ આત્મસ્વસ્થતાધર્મરુચિ-સરળતા-તવ જિજ્ઞાસા-તત્વબેધ વગેરે આત્મકલ્યાણેની પ્રાપ્તિ માટે કરવાની. પછી જીવનમાં બીજી ત્રીજી આપત્તિ-સંકડામા આવે, ચિત્ત અસમાધિમાં પડે, આકુળ વ્યાકુળ થતું હોય, ત્યાં આ પ્રાર્થનાની અચિંત્ય શક્તિ યાને અરિહંત પ્રભુના અનંત પ્રભાવ પર અથાગ શ્રદ્ધા રખાય અને પ્રાર્થના કરાય કે “પ્રભુ! તારા પ્રભાવે જ મારૂં બધું સારું થવાનું છે. હાઉ મમં તુહ પ્રભાવ • ભયવં!...ઈફલસિદ્ધી,–ભગવન્! તમારા પ્રભાવે મારે ઈષ્ટ ફળની સિદ્ધિ છે; અર્થાત્ માહે સુમનસ્કતા-સ્વસ્થતા-સમાધિનાં બાધક વિન દૂર થાઓ.”
પ્રભુનાં સમરણની બલિહારી છે કે એમાં એવો ઉત્તમ ભાવ છે કે એ અંતરાયકર્મને તેડે છે. એથી ઉલટું ચક્ષુકુશીલનું મરણ -એવો અશુભ ભાવ છે કે એ અંતરાયને ઉદયમાં લાવે, એ બનવાજોગ છે.