________________
૨૧૦]
[કમી વાયદે અહીં ધર્મરસ છોડી અર્થ-કામ-કીતિ આદિના રસમાં ફસાયા રહ્યા, તે દેવલેક મળવાને જ ક્યાંથી ? કદાચ થેડી ધર્મસાધના કરી લીધી, પણ અર્થ-કામ-કીતિના વિચારમાં આયુષ્ય બંધાઈ ગયું તે ય તે દેવકનું કયાંથી બંધાવાનું? કયારેક શુભ ભાવથી દેવ આયુષ્ય બંધાઈ દેવલેક મળે તે ય એ સૂઝવાનું શાનું? જે અહીં ઘૂસ્યા કર્યું તે જ ત્યાં આવડશે. ધમરસ વિના દુર્ગતિ – .
આ ખાસ સમજવા જેવું છે કે હૈિયે શુદ્ધ ધર્મરસ ઝળહળતો નહિ, એટલે પછી ધર્મસાધના કરવા છતાં પરભવનું આયુષ્ય ખરાબ બંધાવાનું જોખમ છે. કાતાલીય ન્યાયે કદાચ કયારેક ધર્મભાવના આવી ગઈ અને એમાં જ સારું આયુષ્યકમ બંધાઈ ગયું, તે એ લેટરી! બાકી તે આયુષ્યકર્મ કયારે બંધાય એનો શે ભરેસે ? જે અર્થ-કામ-કીતિ આદિના ભરપૂર રસથી મોટાભાગે એના જ વિચાર ચાલતા હોય અને તેથી અંતરાત્મામાં રાગ-દ્વેષના સંકલેશ પ્રવર્તતા હોય, તો પછી એમાં કયાંક આયુષ્ય બંધાઈ જતાં એ દુર્ગતિનું બંધાવાનું. પછી દુર્ગતિના ભવમાં પડયા એટલે તે જાણે જ છે ને કે કેવી (૧) પાપબુદ્ધિ (૨) પાપાચરણ અને (૩) દુઃખમાં વિડંબાવાનું થાય ! | માટે જ ધર્મરસનું મહામૂલ્ય છે. એ જાગતે હશે તે માત્ર ધર્મ પ્રવૃત્તિ જ શું, પણ સાંસારિક પ્રવૃત્તિમાં ય શુભ ભાવના હૃદયે રમતી રાખી શકાશે. ત્યારે, આ પણ ધ્યાનમાં રહે કે શુદ્ધ ધર્મરસ જગાડે હોય તો કેવળ આત્મહિતની તમન્ના ઝગમગતી રહેવી જોઈએ.