________________
પ્રકરણ ૧૬ ]
[ ર૭ ઊભું થઈ જાય છે. વિન્તરાય કર્મના ઉદયે ધર્મની પ્રવૃત્તિ એટલી જોરમાં ન ચાલી શકતી હોય એ બને, પણ આપણે ધર્મરસ તે જીવંત જાગ્રત, જોઈએ. એ માટે પૌગલિક સુખસાહાબી-સન્માનને તુચ્છ લેખવા પડે; -“ધર્મ આગળ એ કુછ નહિ, માનવું પડે. . જેમ મરીચિ ભાવે તેમ વિશ્વભૂતિના ભવે જડના સુખમાં સુબ્ધ બની. અંધ બન્યા, ધર્મરસ ખેચે, તે ફેર સંસામાં ભમતા થઈ ગયા. એમાં કાળને કાળ વીત્યો! તીર્થકરને
જીવ છે, પણ કમને શરમ નથી; હિસાબ પાકે લે છે. તે કર્મ પણ કયાં એમ જ ચોંટી પડ્યા હતા? તમે ધર્મરસ ગુમાવી અગર પહેલેથી જ દૂર રાખી વિષય-કષાયના રસમાં રાચે એટલે દુઃખદ કર્મ ચુંટયા જ સમજે. પછી એ એની શિરજોરી બતાવે છે. હા, વળી જે ધર્મ રસ ઊભું કરો તો કર્મને ઢીલા થઈ જવું પડે છે. બાકી, વિષય-કષાયના રસમાં તો કર્મની બેલ-બાલા છે.
ગૌતમ મહારાજે પૂછયું “ભયવં! સોઈ દિય-વસણું કઈ કમ્મપગડિઓ બંધઈ?–ભગવન ! એક શ્રોત્ર-ઈન્દ્રિયને ય પરવશ પડે તે કેટલી ક–પ્રકૃતિ બધે? એમ બીજી બીજી ઈન્દ્રિયને કે ક્રોધ કષાયને અગર માન વગેરે એકાદ કષાયને વશ પડે તે ?”
ભગવાને દરેકને ઉત્તરમાં કહ્યું “ગાયમા! આઉવજે સત્ત કમ્મપગડિઓ, ”—અર્થાત્ આયુષ્યકર્મને છેડીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે સાતેય કર્મની પ્રકૃતિ બાંધે. આયુષ્ય તો
જીવનમાં કવચિત કયારેક જ બંધાય છે. તેથી એને ન ગયું. -કાકી સાતે ય કમને મારો ચાલુ !"