________________
પ્રકરણ ૧૪]
. [૧૯૭ કેઢિયા સાથે પરણવાનો અવસર આવ્યું,” આ સાંભળવા પર મનને એમ થાય કે “ધન્ય એ સિદ્ધાંતવાદી મયણાને કે બાપની બેટી શેહમાં ન તણુઈ, સર્વજ્ઞના સિદ્ધાન્તનું અને પિતાનાં સત્ત્વનું ખૂન ન કર્યું. ઉલટું સિદ્ધાન્તની રક્ષા ખાતર બાપે આણી દીધેલા કેઢિયાને પરણું! પણ એમ ન કહ્યું કે “હું ઉંમર લાયક છું, મારી મરજી હશે એની સાથે લગ્ન કરીશ” ના, ભલેને બાપ કેઢિયા સાથે પરણવે, અંતે તે મારું પુણ્ય-પાપ જ આગળ આવવાનું છે. દુનિયામાં એના ઘણા દાખલા જોવા મળે છે. મારે -જે શુભાશુભ કર્મોનુસાર જ નીપજવાને સિદ્ધાન્ત માન્ય છે, તે
એની જ આ એક ઘટના માની એને વધાવવી જ જોઈએ. ધન્ય ધન્ય મયણ!” આ વિચારી જાતમાં ઘટાવવાનું કે મારામાં આવી સિદ્ધાન્ત-ટેક સત્યની ટેક કયારે આવે !” આવી શુભ વિચારણ સાથે જાત માટે પ્રેરણા લેવાની.
એમ સાંભળ્યું કે “ધવલે શ્રીપાલને દરિયામાં ફેંક્યા, તે એ સાંભળતાં ધવલ ઉપર દ્વેષ નહિ ઉભરાવવાનું કે “માળે કે દુષ્ટ? ના, જાતમાં દયા પ્રગટાવવાની કે “બિચારો ! કે કર્મપીડિત! હીનભાગી કે આવા સજજનને ભયંકર દ્રોહ કરવા સુધી પહોંચે ! તે ધન્ય શ્રીપાલને કે આવા પ્રસંગે પણ ધવલ ઉપર પણ દ્વેષને કે જાત માટે હાયવેયને વિચાર ન લાવતાં “નમે સિદ્ધચક્કસ્સ” “નમે નવ પયાણું કર્યું. ધન્ય એનાં દૌર્યને ! એની સિધચક્ર પરની શ્રદ્ધાને !”
અરે ! મહાવીર પ્રભુ પર સંગમ દેવતાના ઘોર ઉપસર્ગ સાંભળતાં મનને શું થાય છે? “બિચારા ભગવાનને