________________
1 [૨મી છે. માટે જ્યારે ધર્મક્રિયા કરીએ જ છીએ તે એને સભાનપણે કરવી જોઈએ; ભાન રહે કે “આ હું શું કરી રહ્યો છું, શું બેલી રહ્યો છું અને મારે એ કરીને–એલીને શું કરવું છે? શું જોઈએ છે? , “સુહગુરુગ” માગીએ ત્યાં શુભ ગુરુને કે યોગ જોઈએ છે? પહેલું તે, ખરેખર એ જોઈએ છે ખરો? શું એના વિના ખૂટતું લાગે છે? શું એના વિના ચેન નથી પડતું? જિંદગી બેકાર લાગે છે? જ્યારે એ મળે એવી ઝંખના રહે છે? મળે તે તરી જાઉં બેડો પાર થઈ જાય –આવું કાંઈ લાગે છે ખરું? એ લાગતું હશે તે પ્રાર્થના દિલની થશે, સાથે એ ખરેખર જોઈએ છે માટે એ મેળવવાની ધગશ અને પ્રયત્ન રહેશે, શુભગુરુગ અંતરમાં અધિક અધિક વિકસ્વર થતું જશે.