________________
૨૦૨
[ રુમી
અભિમાન તા એ ગુણનદી રેલાવા આડે માટ પહાડ છે. જ્ઞાનવિમળસૂરિજી મહારાજ સીમંધર ભગવાનની સ્તવનામાં પેાતાના દોષ ગાતાં કહે છે,
૮ ક્રોધ દાવાનળ પ્રખળથીજી, ઊગે ન સમતાવેલ, માનમહીધર આગળેજી, ન ચલે ગુણુનદી-રેલ.... —કૃપાનિધિ ! સુણ મેારી અરદાસ”
-′ હે પ્રભુ ? મારા પ્રમળ ક્રોધ દાવાનળને લીધે સમતાની વેલડી ઊગી શકતી નથી. મારા અભિમાન રૂપી પવતની આને લીધે ગુણનદી અંતરાત્મામાં રેલાતી નથી
•
કેવી સુંદર વાત કરી ! અંતરમાં ગુસ્સા ભભુકતા હાય, દ્વેષ સળગતા હાય, વિરોધી પ્રત્યે પણ અરુચિ ઉદ્દેશ તિરસ્કાર થતા હાય, તે ત્યાં સમતાભાવ, ક્ષમા, શાંતિ-સ્વસ્થતા નહિ આવી શકે,, અર્હત્વ–અભિમાન–માનાકાંક્ષા પ્રવર્તતી હાય તે ત્યાં ગુણપ્રવાહ નહિ વહી શકે. એટલે ખેદ સાથે વિચારવા જેવું છે કે જો આપણે. નિરંતર દ્વેષ-અરુચિ અને અહંકારમાં મરતા હાઈએ તે કેવા સમતા ભાવ અને ગુણ-સમૂહને દૂર ને દૂર રાખનારા મનીએ. છીએ ? જેના માટે એ ગુસ્સા અને ગવ કરીએ છીએ તે ચીજ વિનશ્વર છે, તુચ્છ છે. છતાં અજ્ઞાનના અંધાપામાં ચૂંટાવા જેવી. આ પરિસ્થિતિ કયાં સુધી ચલાવવાની ? અહીં જ અતિ સરળતાથી કમાવવી શક્ય એવી સમતાવેલ અને ગુણસ'પત્તિની એપ-સ્વા રહેશે તા પછી એ કર્યાં. સધાશે ?
અભિમાન કેમ તુટે ? :—
અભિમાન–અહંકાર એ પહાડ છે, એની આને લીધે ગુણાની