________________
૧૦૪]
' [ રુકૂમી શું, આખી જિંદગી અને દર સાથે કે આદર વિના તેવા ઉત્કટ પ્રેમ-બહુમાન વિના રાબેતા મુજબ, શૂન્ય મગજે, અથવા બીજા કઈ મલિન ઉદેશ ઉપરના આદરથી કરાય, તે ય તે ધર્મરંગ ન ચડે. (i) પૂજારી જિંદગીભર ભગવાનની પૂજા કરે છે, છતાં પણ એને ક્યાં દિલમાં અહંદુભક્તિને રંગ જામે છે? કેમ નહિ? કહે એ આદરથી નથી કરતે. (ii) બાઈ એરમાન છોકરાનું કાર્ય વર્ષોના વર્ષે કરે છે છતાં ઓરમાન છોકરા પ્રત્યે હૈયામાં રંગ નથી લાગતું; કેમકે દ્વેષ છે. (i) બાળકને શાળાએ જતાં પહેલાં અલબત્ આદર નથી, પરંતુ તે તે નાદાન છે અણસમજણું છે ત્યાંસુધી. જરા સમજતું થાય એથી આદરથી જતું થઈ જાય છે, તે પછી એને નિશાળ-ભણવાને રંગ લાગે છે. એકેએક ધર્મ પ્રવૃત્તિ આદર-પ્રેમ-બહુમાનથી થવી જોઈએ, તે જ ધર્મને રંગ લાગે.
(૩) ધર્મને રંગ ચડાવવા વિધિની પણ જરૂર છે. ધર્મ દીર્ધકાળ આદરથી સેન્ચે જવાય તે પણ જે વિધિપૂર્વક, તે સાચો ધર્મપર રંગ લાગે. ચૈત્યવંદન જે મુદ્રાએ કરવાનું કહ્યું, તે મુદ્રાથી કરવાની ચીવટ રખાય તે જ તે વાસ્તવિક વંદનાને રંગ લાગે. ગમે તેમ ડીંડવાણું ચલાવ્યે જવામાં એ ન બને. જ્ઞાનીઓએ મુદ્રાની વિધિમાં મહાન તત્વ જોયું હશે માટે જ એના પર ભાર મૂક હશે ને? એને આવશ્યક કહ્યું હશે ને? દાન સુબ્રમપૂર્વક દેવાય, દેવાધિદેવનાં દર્શન વંદન-સંભ્રમ-રોમાં– ચપૂર્વક “અહો કલ્પવૃક્ષને ટપી જાય એવા અચિંત્ય ફળને આપવાવાળું આ ભગવદ્ –દર્શન-વંદન મને મળ્યું ! એવા ભાલ્લાસ પૂર્વક કરાય ત્યારે એને રંગ લાગે છે. એક માનવરાજાની