________________
૧૧૬]
[ રુકમી સમ્રાટ થવાનું આવે છે. મહામંત્રીઓના માથે અધિપતિપણું પ્રાપ્ત થાય છે. આવી રાજયસંપત્તિ, વૈભવ-સત્તા-સન્માન તાબેદારીભર્યું કુટુંબ વગેરેની લીલા મળે છે. એથી પણ મનડું લેભાઈ જાય, વૈરાગ્ય ઓગળવાની વાત શી, પહેલાં તો વૈરાગ્ય ઊઠવાના જ ફાંફા હેય.
લવણ-અંકુશની સામે આ જબરદસ્ત પ્રલેભન ઊભા થયાં છે, છતાં લલચાવાની વાત નથી. તેમ બધાના કલ્પાંત પર ખોટા પીગળી જવાની વાત નથી. એ તે તત્ત્વદષ્ટિથી જુએ છે. વસ્તુતત્વને ઊંડાણથી વિચાર કરે છે. મંત્રીઓને કહે છે – | લવણ-અંકુશની વિરાગ વાણી –
“જુઓ, પ્રજાની અને બધાની વાત કરે છે, પણ પહેલાં અમારા આત્માની સલામતીનું શું ? સ્વપ્ન પણ કલ્પના નહોતી ને આ કાકાને જમરાજ ઉપાડી ગયા! તેમ મહાવિવેકી પિતાજીમાં તદ્દન અસંભવિત ગણાય એવી મડદાને જીવંત માનવાની આ પાગલ જેવી દશા એકાએક થઈ છે. આ સ્થિતિમાં અમારા પણ આત્માનો શે ભોસ કે એને કઈ એવી મૃત્યુ કે પાગલતા જેવી પીડા-આપદા ન આવે ? આત્મા પર ચૅટેલા અસંખ્ય જનમનાં છપાં કર્મના રાશિમાં શી ખબર કે કેવાં વિચિત્ર કર્મ ભરાયા પડયાં છે અને કે ઉદય અણધાર્યો દેખાડશે ?
આ જગત અને એના સંયોગો તે માયાજાળ છે. જીવન પાણીનાં પરપોટા જેવું નાજુક છે. આયુષ્યની દોરી તૂટીની બૂટી નથી. વીતરાગ ભગવાનના શાસનની આરાધનાને મળેલ મહા દુર્લભ પુરુષાર્થ કાળ એમ જ વેડફાઈ રહ્યો છે. જે બંધને. તેડવાની અનુપમ જીવન તક અહીં મળી છે એ કરવાનું રહી જાય,