________________
૧૫૨ ].
[ રુમી બહારથી ભ્રષ્ટ ન હોય પણ હૃદય કેવું ? ચમકશે નહિ, સદા ચારની ભાવનાના ભંગના અનેક પ્રકાર છે. જેમ રાગદષ્ટિએ બીજાનું અંગપાંગ જોવાનું મન થાય એ સદાચાર–ભાવને ભંગ છે, એમ બીજાને આપણું અંગ દેખાડવાનું મન થાય એ પણ સદાચાર ભાવને ધક્કો લગાડનાર જ કહેવાય. વિચાર તે કરે કે આમાં સ્ત્રીને માત્ર પિતાના જ પવિત્ર ભાવને ભંગ નહિ, કિ-તુ એ જેનાર બીજા કેટલાય પુરુષના પવિત્ર ભાવને ભંગ થાય છે. એ કેટલું ભયાનક? અજ્ઞાન છે દષ્ટિના દેષથી પીડાઈ રહ્યા છે, પરંતુ નિમિત્ત ન મળવાથી દેષ સકિય નથી બનતે, દુષ્કૃત્ય નથી કરાવતે તે તેટલાં કુસંસ્કાર અને પાપકર્મોને ભાર નથી વધારતે. પણ નિમિત્ત મળ્યું એટલે જાણે બેફામ કૂદે છે! પરલેકમાં પાર વિનાની વેદના પામે એવા કર્મોપાર્જક અપકૃત્ય કરે છે! આવું કરાવનારૂં નિમિત્ત આપણે આપવું એટલે કેટલી બધી આપણીનિર્દયતા-નિર્ધતા-ક્રૂરતા! શું ઢાંકવાના અંગ ખુલ્લા મૂકનારી કે ચેષ્ટા કરનારી આવી સામાની કલ્લ થાય તેવી નિર્દયતા નથી કરી રહી?
જી બિચારા પાપની સામગ્રી નથી મળતી તે પાપકૃત્ય અને જાલિમ કર્મબંધથી બચી રહ્યા છે. હવે એને હું એવી સામગ્રી પુરી પાડવાની ક્રૂરતા કાં કરૂં? આવી નીતરતી જીવદયા હેયે સ્કુરાયમાન રહે તે બીજાને પાપનાં નિમિત્ત આપવાથી બચી જવાય. જેવું આપણાં રૂપ-ગાત્રનાં પ્રદર્શનમાં અને ચેષ્ટામાં, તેવું અન્ય અન્ય કામવચન–પાપપદેશ-શાસ્ત્રદાન વગેરેમાં સમજી લેવાનું.