________________
પ્રકરણ ૧૨ ]
[ ૧૫૭ એમની માફક કલ્યાણને જ માર્ગ છે, માટે ઝુકાઉં એમની પૂઠે.” ઝાઝું શાસ્ત્રજ્ઞાન ન હોય. તત્ત્વનું તેવું ઊછળતું શ્રદ્ધાબળ ન હોય, તે પણ મહાન બુદ્ધિશાળી અને સુખી આત્માઓ આ કરી ગયા છે એ આલંબને પણ ધર્મનું અને ગુણેનું જોમ પ્રગટે છે.
પ્રસ્તુતમાં આ રાજકુમારની વિચારધારાને અનુસરવા આટલું આલંબન પણ બસ છે કે એવા સુખી અને બુદ્ધિશાળી રાજકુમાર જેવાએ કેવા પ્રસંગમાં કેવી ઉત્તમ દષ્ટિ, વિચારણા, અને પિતાના ઉત્તમ કર્તવ્યને માર્ગ લીધે? તે મારે પણ એવી જ દષ્ટિ વિચારધારા અને કર્તવ્યપંથ મુબારક હો.”
હવે તપાસ એની દષ્ટિ, વિચારણ, અને કર્તવ્યબુદ્ધિ. કેરી કથાના પ્રેમી બનતા નહિ. એમાં તે માત્ર ક્ષણિક આનંદ અને સરવાળે આત્મા કેરે ધાકાર રહેશે, કશું લઈને ઊઠવાની વાત નહિ ! લેવું હોય તે કથાપ્રસંગેના પૃથકકરણ–વિશ્લેષણ કરી રહસ્ય તારવવા જોઈએ.
રાજકુમારે રુકમીની રાગભરી દષ્ટિ પર ખેદ કર્યો એ સૂચવે છે કે એણે સામી તેવી જ નજર ન બનાવી. “ચાલે, આ રૂપલાવણ્ય ભરી રુક્મી આપણું તરફ રાગથી જુએ છે તે આપણે જાતને ભાગ્યશાળી સમજે, અને સામે તેવી દષ્ટિથી જવાબ વાળો.” ના, આવું ન કર્યું, રાગનું નિમિત્ત ઊભું થઈ જવા છતાં એમાં જરા ય તણાયે નહિ, ગિલગિલાં ન અનુભવ્યાં, દષ્ટિ અને હૈયું બગાડયાં નહિ, ઉલટું જે ફમીને એક મહાન આત્મા માની આવ્યું હતું અને હવે રાંકડી તરીકે દેખે છે, અને દૃષ્ટિના