________________
અસ્થિય તે એ છે કે હવે તે આ જ શું, આ ઘર સારુ પણ નથી જેતે
રાજકુમાર રુફમીના દેષ ઉપર હવે ક્ષણવાર એ દેશમાં શહેવા ચાહતો નથી. તરત જ નીકળી જવું છે, એટલે જતાં પહેલાં સભાની વચમાં કહે છે, કે “શલ્યરહિત બની મન-વચનકાયાએ શુદ્ધપણે આ સમગ્ર રાજસભાને મારી ક્ષમા-ક્ષમાપના હૈ.”
બસ, આટલું કહી ત્યાંથી તરત ચાલી જાય છે.
વિવેકી અને ગંભીર છે. રાજ્યસભામાંથી એકાએક વચમાં ઊઠી ચાલ્યા જવું ઉચિત નથી, છતાં સગવશાત્ જવું પડે છે, તે ક્ષમા માગી લેવી જોઈએ એ વિવેક છે. ગંભીરતા એવી છે કે રુફમીના કારણે જવાનું થાય છે પરંતુ એ કાંઈ બહાર પ્રકાશવાનું નથી, મનમાં જ સમજી રાખવાનું છે. એ ગંભી, રતા છે.
| ઉચ્ચ પાયરીએ ચડવું હોય તે આવા વિવેક ગાંભિર્યાદિ પ્રાથમિક ગુણે ખાસ આવશ્યક છે. આત્માની ઉન્નતિમાં એમ કૂદકે મારીને અર્થાત્ પ્રાથમિક ગુણેની પરવા કર્યા વિના ચડી શકાતું નથી. ધર્મ-ક્રિયા જુદી ચીજ, અને આત્મ-પરિણતિનું ઘડતર એ જુદી ચીજ છે. જે આપણે એમ સમજી મૂકીએ કે જૈન ધર્મની અને વીતરાગ અરિહંત પરમાત્માની શ્રદ્ધા કરી લીધી અમુક અમુક વ્રત લઈ લીધા એટલે ઊંચે ચડી ગયા, પછી ભલે પાયાના ગુણ વિવેક, કૃતજ્ઞતા, અક્ષુદ્રતા, બૈરાગ્ય, દયા વગેરે સાથે હોય તે આ સમજ બેટી છે, કેમકે
તે - બાલ નાની પાછળ આવતર કેરાનું આહવાન