________________
આલીશાન બિલંકી, રસતા પરમેખના મકાનતે. એટલે પછી ઉપાશ્રય ઍવા બંધાવે છે કે જેમાં પહેલું તે સાધુને દેષિત વસતિ વળી ભપકાદાર કુરિંગ (ફરસી) બારી-બારણાં, ઝરુખ-અટારી સેવતાં મુનિને રાગ થવાનો સંભવ રહે. પછી ગામડાના સાદાં મકાન એટલા ગમે નહિ. વળી શ્રાવકે ભલે અજાયે પણ ઉપાશ્રયમાં સ્થાન કેટલીકવાર એવું પકડે છે કે બારી બહાર નજર જતાં સામે જ, ભલું હોય તે, સાધ્વીના ઉપાશ્રયમાં દૃષ્ટિ પડે, અગર ગૃહસ્થના મકાનમાં દૃષ્ટિ પડે અથવા બાજુમાં જ એવી રીતે ઘર હોય કે જ્યાંથી સ્ત્રીઓના અવાજ આવતા હોય, બપોર જેવા અકાળે પુરુષરહિત એકલી સ્ત્રીને વાસ બનતા હેય. આ બધું મુનિના સંયમને બાધક છે.
આજના ઉપાશ્રયમાં જીવરક્ષાનું શું ? –
આ તે બ્રહ્મચર્યની દષ્ટિએ વાત થઈ. બાકી ય જીવરક્ષાની અપેક્ષાએ પણ શું છે? ઉપાશ્રય ભવ્ય હાય, પણ માત્ર પરઠવવાની નિર્દોષ જગાના જ વાંધા! કદાચ નાનકડી જગા રાખી હોય તે એક વાર પરઠવેલા ઉપર ફરી પરઠવવાનું થાય; એટલે પૂર્વનું ન સુકાવાથી એમાં જે અસંખ્ય સંમૂછિમ મનુષ્ય ઉત્પન્ન થઈ ગયા હોય તેને કચ્ચરઘાણ! “, આ જીવરક્ષાર્થે યોજાયેલી પરઠવવાની સમિતિમાં જ કરો ભંગ! કરે જીવહિંસા !” આનું ભાન નહિ એટલે દુકાને કાઢી ભાડા ઉપજાવવાનું આવડે, પણ ધર્મના પાયાભૂત જીવરક્ષાર્થે પરઠવવાની એકળી જગા રાખતાં ન આવડે! ત્યારે કહેવાનું મન થાય કે જરા સ્થાનકવાસીના સ્થાનક જઈ આ વિશાળ જગા ખુલ્લી રાખી કેવી જીવરક્ષા સર્શિવે છેજુઓ