________________
૧૫૬ ]
[ રુફમી
સસાર ત્યાગ કરી ઉગ્ર તિઊગ્ર તપ-સયમ સાધી આ પાપ શરીરને શાષતાં અંતિમ સલેખના અને અનશન સથારે ચડાવી ઈ એના ત્યાગ કરી દઉં. એને કાયમનું વાસિરાવી દઉં. મહાપુરૂષોના વારસાની કદરઃ—
ય
જોજો એની વિચારધારા. આપણને કેવા કેવા મહાન પરાક્રમવાળા ઊત્તમ પુરુષાનાં દિવ્ય ચારિત્રના વારસે મળ્યા છે ! કેવાં આપણાં અહાભાગ્ય છે! એની કદર પણ કરીએ તે ય તે આપ ણને પ્રેરણા-પ્રાત્સાહન આપી એવી આત્મતારક વિચારણા અને વીલ્લાસ જગાડી દે એવાં છે! મેાહની નિદ્રામાં સુષુપ્ત-સુસ્ત આપણા આત્માને ટટાર કરી દે એવાં છે! એ ઉત્તમ શુભ પુરુષાર્થના માર્ગે ચડાવી શકે એમ છે. પરંતુ એમની કદર કરીએ તે મને ને ? સાંભળીને કાન તળે કાઢી નાખવાનું હાય કે ખાલી શાબ્દિક આડંબર દેખાડવા-મનાવવાનેા હાય કે ‘વાહ સરસ વિચારણા કરી !' તે અંદરથી કશુ પાંરુષ નહિ જાગે. કદર કરવી જોઇએ આપણને મળેલા સચ્ચરિત્રોના મહા કિમતી વારસાની. એ જાગૃતિ આપે છે, જોમ આપે છે, બેઠા ત્યાંથી ઉભા કરે છે! મનને ધક્કો લગાડે છે કે ચાલ જીવ ! ઉઠે. જીવન તા કાણા કુંભમાંથી ઢળી રહેલા અમૃતની જેમ ઢળી રહ્યુ છે, જોતજોતામાં બધું જ ખત્મ થઈ જશે. માટે જ્યારે આ મારા ઉત્તમ પૂજોએ આ ભવ્ય વિચારસરણી કરી છે, આ અદ્ભુત આત્મહિતનાં પરાક્રમ કર્યાં છે, તે હું પણ એમના જ પથે ચાલુ.... એ પૂર્વ પુરુષા તા મારા કરતાં કેટલા બધા વધારે બુદ્ધિમાન, વધારે સુખી, અને વધારે ગુણવાન હતા ! તા એમણે કર્યુ એ હું કરૂ એમાં મારે કાંઈ દેશે। રાખવા જેવા છે નહિ. ખસ,
.