________________
૧૬૪]
[કમી મૃત્યુની પીડા તે અપરંપાર હોય છે, કેમકે શરીરપ્રદેશ સાથે એકમેક થઈ ગયેલ આત્મપ્રદેશને છૂટવું છે. એવી ઘેર પીડા વખતે પણ જે એની પૂર્વે એથી ઓછી પીડામાં ય સમાધિ નહિ તે અંતે થવાની વાત જ શી ? વળી વિધિપૂર્વક ત્યાગ કરવા જતા ચારિત્ર ધર્મની અનેકાનેક સાધનાઓ સાથે કઠેર તપ અને ત્યાગની આરાધના થવામાં કેટલાયે કર્મોને ભાંગીને ભુક્કો થઈ જાય. આ કાર્ય કર્યા વિના એમ જ એકાએક આપઘાત કરી દેવામાં સાધના કાંઈ નહિ. તે વિના સાધનાએ કર્મોને વિધ્વંસ કયાંથી થઈ શકે ? તેમ સાધના કરવા સમર્થ આ શરીર એકાએક ગુમાવી દીધાથી ફરી આવું શરીર શું મળે? - " જીવન શા માટે :
માનવ જીવન હાથ પર હોય એની આ મોટી કિંમત છે, કે નિર્મળ તપ-સંયમ-શાસ્ત્રરટણમૈત્રીભાવ આદિ દ્વારા કમશઃ ઉચ્ચ ઉચ્ચતર ગુણસ્થાનકની વૃદ્ધિ થતી જવાથી અધિકાધિક કર્મને ચૂર કરી શકાય છે, અને તેથી આત્માને અતીત અનંતા કાળમાં નહિ સધાયેલ વિશુદ્ધિ અને ઉન્નતિ સધાવી શકાય છે, ભવ-ભ્રમણને એથી ઘણું ઘણું ટુંકાવી શકાય છે. આ બધું જીવનને એકદમ જ આપઘાતથી અંત લાવવામાં ક્યાંથી સધાય ? ત્યારે એ પણ સમજવાનું છે કે આપઘાત નહિ સહી તે પણ જીવનને આહાર, વિષય, પરિગ્રહ-નિદ્રામાં સરાસર વેડફી નાખવાથી પણ એ ક્યાંથી સધાવાનું હતું? એમાં તે વળી આ મહાદુર્લભ જીવન જે ખાસ વસ્તુ સાધવા માટે છે, તે જ રહી જાય, અને પથજીવનનાં ખેલમાં નિષ્ફલ ચાલ્યું જાય.