________________
પ્રકરણ ૧૦]
[૧૪૭ નિમિત આવી પડતાં વિકારથી બચવા માટે, (૧) ભગવાન જિનેશ્વરદેવનું શાસન ઉચ્ચ આલંબન આપે છે,
(૨) કેઈ સતા-સતીઓનાં નિર્મળ ચરિત્ર પણ અદ્દભુત પ્રેરણા આપે છે;
(૩) સંસારની વ્યાપક દુઃખદ સ્થિતિને વિચાર પણ સાવધાની આપે છે.
() શાસ્ત્ર-સ્વાધ્યાય, જિનવાણીનું શ્રવણ અને સત્સંગ બચાવ આપે છે,
(૫) જીવ–અજીવ આદિ નવ તત્વનું ચિંતન, કેઈતાવિક વિચારસરણ.
(૬) કેઈ સિદ્ધગિરિ જેવી ઠેઠ તળેટીથી માંડી ઉપરના બધા દેરાસર અને ભગવાનની યાત્રાનું કમસર સ્મરણ, એવા કોઈ અંજનશલાકા-મહોત્સવ જેવા ધર્મ પ્રસંગનું ક્રમશઃ સમરણ વગેરેમાં પણ મન જોડી દેવાથી આગંતુક નિમિત્ત પર વિચાર જ હટી જાય છે. પછી વિકારને સ્થાન જ કયાં મળે ?
રુમીને વિકારનું નિમિત્તા મળ્યું, પણ જે આવી કોઈ સાવધાની રાખી હોત તો એ બચી જાત. આવા અવસરે સત પુરુષાર્થ ખાસ વિકસાવ પડે.