________________
૧૪૬]
–અથાત વિકારનું નિમિત્તે મળ્યું છતાં જેમનું ચિત્ત જેમના વિચાર વિકૃત ન થાય, બગડે નહિ, તે જ ધીર આત્મા છે.
દૌર્ય આ, કે તેવું નિમિત્તા આવી પડતાં મન ન જ બગાડવું, રાગાદિ વિકારને જાગવા જ ન દે. એવા અવસરે તે મન પર મક્કમતા જોઈએ કે, “હું નિર્વિકાર, અજ-અવિનાશી, શુદ્ધ આત્મા. નિમિત્ત ગમે તેવા આવે, મારે શી લેવાદેવા ? મારે વળી લહેવાઈ જવાનું શું ? લાગણ સુંવાળી કરવાની શી? વિકારની સામે તે હું કઠેર પત્થર જે છું. જીવ ઘેલમેલે થાય એ બીજા, હું નહિ.” “નથી ને હું વિકારી થાઉં તે એ નિમિત્તો મને શું પરખાવી દેવાના હતા? કશું જ નહિ, પરખાવે માત્ર વિવળતા, વેવલાપણું, સ્વસ્થતાને નાશ. જિનાજ્ઞારસને બદલે જડ વિષય રસ.... વગેરે વગેરે. આ કેણ વહેરે માથે? નિમિત્ત તે આવ્યું ને જશે, આ વિહવળતા ઊભી રહેશે.
નિમિત્ત પર વિહ્વળ બનવું એ આત્માની નબળી કહી છે. એને લાભ ઊઠાવીને દુશ્મન માથે ચડી બેસે છે. વિહ્વળ બનવાની પુરાણી નબળી કડી મજબૂત થયે, અને આમ ને આમ એનું પણ કર્યો ગયે, કયારે ઊંચા આવવાનું ? એ તે એને અનેક વાર સામનો કર્યો જવાય, ત્યારે જ એ જુગજુની નબળી કડી મળી પડે; ધીમે ધીમે ઘસારો પામે.”
–આવી કઈ દઢ વિચારણું મનમાં રમતી રખાય, અવર નવર એની ભાવના કરાય, એ અંગે જિનવાણીનું શ્રવણ-વાંચન રખાય, તો જ નિમિત્ત આવી પડતાં બચાવ થઈ શકે. નહિતર તે આત્માનું મેત જ સમજે; આત્મના ભાવ પ્રાણરૂપ શુભ અધ્યવસાય ખત્મ !