________________
પ્રકરણ ૮ ].
[૧૧૨૩ જિજ્ઞાસાઓ, ઈછાઓ, કેડ, વિચારે તો ઘણય ઊસ્તા હોય પરંતુ બધા જ અર્થ કામની બાબતેના! સાંસારિક બાબતના ! કાયા અને કાયાના સંબંધી પરિવાર પસા-ઘર-દુકાન–વેપાર-વિષયેના. તપાસી જુઓ જીવનમાં, આ સિવાય બીજું કાંઈ છે? આજે તે આની મફતિયા બિનજરૂરી પ્રવૃત્તિ કેટલી બધી વધી ગઈ છે?
ડી, ફુરસદ હોય તે ય મન પર એ બાહ્ય પ્રવૃત્તિને કેટલો ય. ભાર રહે છે તેથી વિચાર એના ચાલે છે. પછી ત્યાં તત્વજિજ્ઞાસાને સ્થાન જ શાનું મળે? સમજી રાખે –
જ્યાં સુધી દુન્યવી વાતના ભાર ઓછા નહિ કરે ત્યાં સુધી ધર્મતત્તવને રસ જાગશે નહિ.
દુનિયાદારીની જ ગડમથલ કર્યા કરવી હશે તે પછી ભલેને કદાચ જૈન કુળમાં જન્મી ગયા તેટલા માત્રથી દહેરે ઉપાશ્રયે જશે ખરા પણ હિંયામાં એને રસ નહિ છલકાય. પેલાને મગજ પર ભાર છે એટલે વિચારે એના જ આવ્યા કરશે. ખુદ ભગવાનની પાસે પણ ભગવાનના નહિ, કિન્તુ કાયા-માયાના જ વિચાર આવ્યા કરશે. “મારું શરીર બરાબર નહિ, વજન ઘટી ગયું છે. ખેરાક બરાબર લેવાતો નથી, છોકરે માંદે રહે છે, આજ બજારમાં વહેલા જવાનું છે, મેંઘવારી અને માલની અછત ઘણી ! ...” આવા કંઈક ને કંઈક લેચા વળતા રહેશે. બે મિનિટનાં પ્રભુદર્શન કે બે મિનિટની નવકારવાળી પણ સીધી નહિ ચાલે. તે શું એમ માને છે કે આમ આત્માને ઉદ્ધાર થશે?
આત્માનો ઉદ્ધાર કરે હશે તે દુન્યવી વાતનાં ખેંચાણ અને ગડમથલ ઓછી કયે જ છુટકે છે.
મન એના ને એના વિચારોમાં તણાયું જવું જોઈએ.