________________
પ્રકરણ ૯]
[ ૧૩૯ લેશ પણ કાંક્ષા નહિ. ઉલટું કેઈ ન જાણે તો સારૂં એવી સાવચેતી યશ-કીતિ કરતાં દાનનું એટલું ઊંચું મૂલ્યાંકન.
(૭) દેવામાં દીધા સિવાયનું જે પાસે બાકી રહેવાનું હોય તેટલા પ્રમાણમાં સંસાર કપાયા સિવાયને માથે પડી રહ્યો લાગે.
(૮) બધું જ દેવાની હોંશ જે દેઈ શકાય એમાં પણ હૈયું ગદ્ ગદ, આંખે ઝળઝળિયાં, કાયા થનગન નાચે, મુખ પર અપૂર્વ હર્ષની રેખાઓ ચમકી ઊઠે, મનને થાય “આહાહાહા ! હું રાંક, ને મારા ભાગ્યમાં આવું સુપાત્ર દાનનું મહાસુકૃત !” જાણે અસંખ્ય ભવિત ઘટનાની કલ્પના કરી હૈયે પારાવાર હર્ષ ! | (૯) પાછળથી કોઈ દુઃખના પ્રસંગમાં પણ એ દુઃખ વિસારી. પૂર્વે થઈ ગયેલ દાનાદિ સુકૃતને પરમ આનંદ જીવતે જાગતે.
શાલિભદ્રના પૂર્વના ગમાર જીવના ય દાનમાં આ અદ્ભુત વિશેષતાઓ ભરી પડી હતી. એને સમજીએ તે એનું દાન અતિ ઊંચું લાગે, અથાગ અનુમોદના થાય.
પરદેશી રાજપુત્ર કૃમીના બ્રહ્મચર્યની અનુમોદના કરે છે. અનુમોદના કરીને બેસી નથી રહેતે પણ એના મનને થાય છે કે લાવ આ ભાગ્યવતીના દર્શન કર્યું, જેથી મારે આત્મા પાવન થાય. એમ વિચારીને એ પરદેશી રાજકુમાર રૂફમીરાજાના રાજ્યમાં આવે છે. આ બધા મુદ્દા વિચારવા, કે દૂરથી એ રુકમીના નિર્મળ બ્રહ્મચર્યની અને એના બ્રહ્મતેજથી રાજ્યની સલામતી રહેવાની તથા દુમને દબાઈ જવાની ખ્યાતિ સાંભળીને એના બ્રહ્મચર્ય પર ઓવારી ગયું છે, હૈયે ભારે અનુમોદના અનુભવી રહ્યો છે, અને તેથી એ બ્રહ્મચારી બાઇનાં દર્શનથી જાતને પાવન કરવાની