________________
પ્રકરણ ૯]
[ ૧૩૭ મળ્યા કે મને રાંકડા-ગરીબડાને આ દાનની મહા કમાણ કરાવી ? આમ ગુરુને અને ગુરુના ઉપકારને કૃતજ્ઞતા-ભીના હૃદયે યાદ કરે છે, તે કેટલું મહત્વનું?
આ બધું ગણતરીમાં લે, ને પછી તારણ કાઢે કે એણે કેટલું દીધું? એનો દાનગુણ કેટલા મહત્ત્વને ? ને આ બધું જ વિચારવા મગજ ન ચાલતું હોય તે દાનના ફળ પરથી માપ કાઢે કે કેટલું ઊંચું દાન ?
શાલિભદ્રના દાનનું ફળ કેટલું :
કોડપતિ કે લાખપતિને ઘેર જન્મ, એકનો એક પુત્ર સુંદર શાલી ( ડાંગર) ના ખેતરના સ્વપ્ન સાથે આવેલે! ભવ્ય ઠાઠમાઠથી ઊછેર, દેવાંગના જેવી ૩૨ પત્નીએ, પિતા દેવ તરફથી પિતે અને બત્રીશ સ્ત્રીઓ એમ ૩૩ માટે દરેકને ૧ દિવ્ય ખાનપાનની, ૧ વસ્ત્રાદિની, ૧ ઝવેરાત અલંકારની, એમ ૯ પેટીઓ રોજ ભેટ મળે ! વહેવાર–વેપાર-ઘરવહીવટ બધી ખટપટ મા સંભાળે ને આને મહેલના સાતમે મજલે દેગુંદક દેવ જેવા ભેગવિલાસમાં મસ્ત રાખે ! દીકરાને વહુ સહેજ પણ ફરિયાદ વગેરે કરી સંતાપ ન આપે માટે વહુરોને આ સાસુ ફૂલબાઈની જેમ રાખે ! રોજ ને રોજ આજનાં હીરા-માણેક–મેતીનાં જર-ઝવેરાતઘરેણાં કાલે એઠવાડમાં જાય! મા વડે રાજા શ્રેણિક જે એક ન ખરીદે એવી વીસ લાખ સેનિયાની સોળ રત્ન કાંબળે ખરીદાઈ એક જ વાર પગ લૂછી વહુરે ખાળમાં નાખે ! રાજા શ્રેણિકને શાલિભદ્રનાં દર્શનની ઊલટ થાય ! તે જોવા પોતે આના ઘેર આવે ! હજી ય આ બધું તે કાંઈ નહિ, પણ શ્રેણિક માથે રાજા છે ધણી છે એ વાત પર મહાભૈરાગ્ય કેળવી “ધણ તે માત્ર એક