________________
[ ૧૩૧
પ્રકરણ ૮] ચક નથી ચાલું થતું? અથવા શું આ બૂરા ભા કરી કરી માનવ-હૃદયને સુશોભિત કરી રહ્યા છે? જીવનના ઠેઠ છેડા સુધીની શાંતિ–નિશ્ચિતતા સજી રહ્યા છે?
બૂરા ભાવોથી શોભા-સુખ-શાંતિ થતી હે તે દુર્ગતિએ ખાલી પડી જાત.
પડતા નહિ, આમાંનું કશું ઊપજે એવું નથી. એમ જે બૂરા ભાવથી થતું હેત તે દુર્ગતિઓ ઉભરાઈ જવાને બદલે ખાલી પડી હોત, ને જગતના જીવ ખૂબ સુખ-શાંતિ -નચિંતતા અનુભવતા હતા. પરંતુ આવું નથી એ હકીકત છે; ને એનું કારણ એ જ બૂરા ભાવે છે. એ જગતના જીવને દુઃખી કરવામાંથી ન છોડે તે મને તમને છેડશે? બૂરા ભાવના કારણે અહીં જ ચિંતા-અશાંતિ–ઉગ કે અજપ-વિહવળતાઆકુળ વ્યાકુળતા વગેરે કેટલું ય અનુભવી તે રહ્યા છે, લાંબે કયાં જેવા જવું છે? હાથ-કંકણ ને આરસી. અહીંનાં પ્રત્યક્ષ દુઃખદ અનુભવ પરથી દીર્ઘ ભવિષ્ય કાળના એંધાણ પરખી શકાય છે. કેમકે આના પડેલા સંસ્કાર એને ભાવ ભજવ્યા વિના નહિ રહે.
એટલે હવે, જ્ઞાનીઓને “ઉપદેશ સાંભળવા છતાં અને વસ્તુસ્થિતિ સમજી જવા છતાં સાંભળીને સમજેલા હિતના ઉપાય કેમ કામ નથી લાગતા? દર્દ કયાં છે? તે શોધી કાઢે.
સમજેલું છતાં કામ ન આવે એનું કારણ આ છે કે (૧) એક તો સમજેલી ચીજની પછી વારંવાર ભાવના કરવી જોઈએ, અને (૨) બીજું, મનને પાકે નિર્ધાર વારે વારે થે જોઈએ કે “મારે એને કામે લગાડવી જ છે” એ વસ્તુ, એ ભાવના, અને નિર્ધાર વારંવાર નથી કરતા. ઉલટું એની સામેના બૂરા ભાવની વારંવાર ભાવના કરાય છે, દુન્યવી વાત-વસ્તુ મગજમાં વારંવાર મમરાવાય છે. પછી એના મહા પ્રખર તાપમાં