________________
પ્રકરણ ૮]
1 ૧૧૨ સંભાળું, તે દરમિયાન એવું બળ કેળવતી જાઉં કે અવસરે સંસાર ત્યાગ કરી ચારિત્ર જીવન સ્વીકારી લઉં.”
આ વિચારમાં રુકમીને ધર્મની ધગશ તો છે જ. મારા મંત્રીઓના આગ્રહ પર રાજ્યગાદી સ્વીકારવાનું વિચારે છે. એ કેઈ સત્તા–વૈભવ ભેળવી લેવા માટે નહિ, એટલી સાવધાની છે. ધર્મરંગને એ પ્રભાવ છે. છતાં એને ભાવ ભૂલાવે છે એ આગળ દેખાશે.
તે શું પતે આ યોગ્ય પુરુષાર્થ વિચારી રહી છે?
ના, મંત્રીઓના આગ્રહ આગળ અને દાક્ષિણ્યને લીધે એટલું મન નબળું પડયું છે. નહિતર પિતાના ધર્મ પ્રવૃત્તિમય જીવનના નિર્ણય અને રસને એમ વિચારી વળગી રહેવું જોઈતું હતું કે હું ગમે તેમ તે ય વિધવા છું. રાજાપણાને હો મારા માટે મહા જોખમી છે. ધર્મ અને બ્રહ્મચર્ય ને સ્ત્રીપણું અને તે પણ વિધવા સ્ત્રીપણું, એને સામાન્ય સત્તા–વૈભવ પણ ટક્કર લગાડી જાય ! તે આ તે મેટુંરાજાપણું એમાં ટક્કર ન લાગે એવા વિશ્વાસે કેમ ચલાય ? જે મારે રાજ્યગાદી નથી લેવી, તે આ લકે તે ગમે તે સમર્થને રાજા તરીકે શોધી કાઢશે. દુનિયા કયાં રસાતળ ગઈ છે ? બહુ રત્ના વસુંધરા.” આ કઈ વિચાર કર જોઈતો હતે. પરંતુ
જીવની અનાદિ કાળથી આ સ્થિતિ છે કે જે એને ઈટ વસ્તુ આગ્રહ-કાલાવાલા સાથે કેઈ આગળ ધરે, તે કેટલીયવાર એ મનામણાંય વિચારને શિથિલ કરાવવાનું એક નિમિત્ત બની જાય છે. મનગમતું સત્કાર સાથે સામે આવ્યું કે મન ઢીલું પડ્યું.