________________
[ રમી
૧૧૪]. લેચી આવ્યા. મંત્રીપણાની ઠકુરાઈ પર વિચાર કરતાં એથી ય કંઈ ગુણી ઊંચી ચારિત્ર-જીવનની ઠકુરાઈ પર મન બેઠું. બસ, ધર્મલાભ” કહી ચાલી નીકળ્યા. શ્રુત કેવળી ભગવાન સંભૂતિવિજય આચાર્ય મહારાજ પાસે જઈ ચારિત્ર સ્વીકારી લીધું. આ શાનું પરિણામ ? તત્ત્વદષ્ટિની આલેચના વિચારણાનું. લક્ષ્મણનું મૃત્યુ : રામ પાગલઃ લવણ-અંકુશ વિરાણી –
દેવતાની રામચંદ્રજી મરી ગયાને દેખાવ કરવાની મશ્કરીથી એ સાચું માની લક્ષમણજીને આઘાત લાગે! ને ત્યાં ને ત્યાં જ એ મૃત્યુ પામી ગયા ! હવે રામચંદ્રજી ભાઈના અતિશય ગાઢ રાગને લીધે એમ મરેલા માનવા તૈયાર નથી, એટલે પાગલની જેમ લક્ષ્મણના મડદાને બોલાવવા મથે છે. ખવરાવવા-પીવરાવવા મથે છે ! કંઈ વાત તો કર. કેમ રીસાઈ ગયે છે? મારી સાથે કદી નહિ ને આજે રીસ?” એમ કહે છે! મંત્રીઓ અને બધા ગભરાઈ ગયા. હાહાકાર મચી ગયો ! રામ નથી તે લક્ષમણને મડદાને જીવંત માની કેઈને અડવા દેતા, કે નથી હવે કાંઈ રાજય વહીવટ સંભાળતા. બસ એક જ કામ, પ્રાણપ્યારા ભાઈ લક્ષ્મણને મનાવવાનું !
ત્યાં રામના પુત્રે લવણ અંકુશ (લવ-કુશ) આવીને મંત્રીઓને કહે છે, “અમે જઈએ છીએ ચારિત્ર-દીક્ષા લેવા.”
મંત્રીઓ ચંકી ઊઠયા ! સમજે છે કે “આમના જેવા રાજયધુરાને વહન કરવા મહા સમર્થ બીજા કેણ છે ? અને આ સંસાર છેડી દીક્ષા લઈ લે તે પ્રજાની કેવી કરુણ સ્થિતિ થાય ?” એ વિચાર પર ગળગળા થઈ ગયા, આમે ય લક્ષ્મણજીના મૃત્યુ અને