________________
૬. વિકારે રોકવા તપ ને દયા
આપણે વધુ દૂર નીકળી ગયા. હવે પેલી બાલવિધવા રાજપુત્રી રુમીને પ્રસંગ જોઈએ.
રુકૂમીને રાજાના ઉપદેશનો સાર –
વિધવા બનેલી રાજપુત્રી રુમી ભવિષ્યમાં કુળને કલંક લગાડનાર કેઈ ઘટનામાં ન ફસાવું પડે એ માટે આપઘાત કરવાના નિર્ણય પર આવેલી; એને એના પિતા કેટલું સુંદર માર્ગદર્શન આપે છે એને કેટલેક વિચાર પૂર્વે આવી ગયે.
“માનવજીવન ગુમાવ્યા પછીના ભવમાં દુર્લભ સાધનાઓ મળવાને કોઈ વિશ્વાસ નિર્ણય નહિ, તે આત્માનું ઉત્થાન કરવાની તક શી? જ્યારે અહીં પૂરે અવકાશ છે, તક છે, તેમજ એવી અદ્ભુત સાધનાઓ થઈ શકે એવી છે કે જેના બળ ઉપર કલંકિત અપકૃત્ય વગેરેને અવસર જ ઊડી જાય છે ઉપરાંત આત્મામાં અજબ ગજબના પરિવર્તન થાય છે.”
એવી પ્રાથમિક ભૂમિકા સમજાવ્યા બાદ રાજાએ એ સાધનામાં પહેલી સાધના અંધ-અપગ-રેગિષ્ઠ-દરિદ્ર વગેરેનાં દુઃખનિવારક દાન તથા સંત–સાધુને દાનની બતાવી. એ કેવી