________________
તપની બલિહારી છે ! ફમી! તપ મળે તે શું ન મળ્યું? તપ સેવ્યા તે શું બાકી રહે?
મોટા તીર્થંકરદે પણ પિતાને એ જ ભવમાં મેસે જવાનું નકકી જાણવા છતાં ખાનપાન-સુખશીલતામાં મહાલવાને બદલે ઘેર તપનું આચરણ કરે છે, તે તું પણ એ સેવીને આ દુલભ જીવનને સારું સાર્થક કરી લે.
હે નારીરત્ન ! ભૂલી પડજે ના, અહીં આપણને અનંત પુણ્યરાશિ કિંમતરૂપે ચુકવીને અદ્દભુત વિશિષ્ટ કોટિની મન. વચન-કાયાની પુણ્યશક્તિ મળેલી છે. એ અતિશય દુર્લભ છે, એવું જ આ માનવ કાળ એટલે શું સમજે છે?
“માનવજીવન એ ધર્મ–આરાધનાનો, અન્યત્ર અલભ્ય એ, મહાન પુરુષાર્થ –કાળ છે. એ પણ અતિ દુર્લભ છે. શું તારે આ અતિ દુર્લભ પુણ્યશક્તિ અને પુરુષાર્થ કાળને આપઘાતથી એકાએક અંત લાવે છે? ઘેલી રે ઘેલી! જગતમાં બધું મળશે પણ આ અતિદુર્લભ પુણ્ય શક્તિ, પુરુષાર્થ કાળ અને તીર્થકર ભગવાનનું શાસન, એ ત્રિવેણી સંગમ કયાં રસ્તામાં રેઢો પડે છે તે મળી જવાને? આ ઉચ્ચ પ્રાપ્તિની કદર કર, મહાન કદર કર, મુખ્ય કદર કર, અને એનાં બહુ ઊંચાં મૂલ્ય સમજી એને સદુપયોગ કરવા દાન, પૌષધ, તપ વગેરેમાં લાગી જા. ધ્યાન રાખ, પુણ્ય છે ત્યાં સુધી જ પુરુષાર્થને અવકાશ છે, પુણ્ય ખુયે પુરુષાર્થ માગવા છતાં નહિ મળે. મૃત્યુ પુણ્ય ખૂટાડી દે છે. એટલે તે શુભ ભાવનામાં ચડેલા પણ જે ઠેઠ કેવળજ્ઞાન લઈ શકવાની તાકાતવાળા હતા, એ ય એકાએક મૃત્યુ થતાં માનવ-આયુષ્યનું પુણ્ય ખૂટી જવાથી પુરુષાર્થ ગુમાવતાં