________________
પ્રકરણ ૬]
[૯૫ હોય તે જ આત્માનું અને પરમાત્માનું દર્શન થાય. દયા વિના શી રીતે બને.”
કારણ આ છે.
આત્માનું દર્શન કરવું છે એટલે કે આત્માને એના સ્વરૂપમાં જેવો છે, એળખ છે. એના શુદ્ધ સ્વરૂપમાં વિશુદ્ધ જ્ઞાન (ચૈતન્ય) છે, સુખાદિમયતા છે અને અશુદ્ધ સ્વરૂપ સુખરાગ, દુઃખદ્વેષ, કર્મબદ્ધતા વગેરે છે. જેવું આપણું જીવનું સ્વરૂપ, એવું બીજા નું. આ સ્વરૂપ જડ કાયાથી તદ્ન નિરાળું છે. હવે વાત એ છે કે કાયા સાફ નજર સામે દેખાય છે, એની અનુકૂળતા, સુખ-આરામી વગેરે ઝટ અનુભવમાં આવે છે. ને એના પર અથાગ રાગ પણ છે; એટલે બે કે ત્યાં પોતાના જીવના હિતની પરવા નથી, એટલે બીજા જીની શી પરવા કરે ? આમ એ પરવા નહિ, એટલે દયા નથી પ્રગટતી. દયાના અભાવે જીવતત્વને મહત્વ જ ન આપ્યું, જડ કાયાને મહત્વ આપ્યું. આમે ય આંખેથી કાયા જેટલી પ્રત્યક્ષ છે, દશ્ય છે, એટલે દશ્ય જીવ નથી. એમાં પાછું જીવને મહત્વ નથી આપવું, પછી આ ત્મદર્શન શી રીતે થાય? કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી આત્માનું બરાબર સર્વાંશે હુબહુ પ્રત્યક્ષદર્શન કરતાં પહેલાં નીચેની કક્ષામાં રહ્યા થકા એની હૃદયથી શ્રદ્ધા-સહણ કરવી પડે, એ કરવામાં જડ કાયા કરતાં જીવનું મનોમન દર્શન કરી એનું મહત્ત્વ આગળ કરવું પડે. દયાના અભાવમાં એ કયાંથી આગળ થવાનું હતું ? - હે ગંભીરમતિ ! ઇંદ્રિયના રાગને નશો એવી ખતરનાક વસ્તુ છે કે ત્યાં બીજા છાની પરવા જ નથી રહેતી, દયા જ