________________
૯૪]
[ રુફમી ભજનમાં હિંસા ઊડી ગઈ? જિનાજ્ઞાનિષેધ મટી ગયે? અતિ ઝીણું કાળી જીવાત જે મેશની સૂક્ષ્મ પૂમ જેવી લાગે છે, એ રાતના ભેજન પર ઊડતી આવી બેઠી હોય, અગર રાત્રે જ ફરનારી જીવાત ભેજન ઉપર જામી પડી હોય તે શું રાત્રિભેજન કરતાં સીધી મેંમાં પધરાવવાનું નહિ બને? જીવતી ને જીવતી નહિ ચવાઈ જાય ? જેને આ હિંસાની પરવા નથી, એ જ પ્રત્યે નિર્દયતા છે, એ જ એમ બેલે કે “આજે રાત્રિ ભેજન અનિવાર્ય છે, રાત્રિભેજનના ત્યાગને આગ્રહ ન રખાય, એને કોઈ મોટું પાપ ન કહેવાય....” વગેરે, આવું ને આવું એનું જ્ઞાન સમ્યજ્ઞાન જ નથી. ભગવાને પાપકૃત્ય-ધર્મકૃત્યના વિભાગ કેઈ અમુક કાળ માટે નહિ, પણ સર્વ કાળને માટેના બતાવ્યા છે. અહંદ-વચન સનાતન સત્ય છે, ત્રિકાળાબાધ્ય છે. એને એ રીતે માનીને એનું જ્ઞાન ધરાવે એ સમ્યજ્ઞાન. એ જ્ઞાન આરાધે એ સમ્યમ્ આરાધના. પછી થોડું ન માને અને બાકીનું માને એનું બાકીનું જ્ઞાન પણ સમ્યજ્ઞાન-પરિણામ નથી. સર્વ
જી પ્રત્યે દયાભાવ લુપ્ત થવાથી આ થોડા પણ સર્વજ્ઞ વચનમાં અશ્રદ્ધા–અજ્ઞાન ઊભુ થાય છે. માટે દયા તે સમ્યગ્દર્શન -જ્ઞાન–ચારિત્ર એ ત્રણેયરૂપી મોક્ષમાર્ગ આરાધવાનું મેક્ષમાર્ગના પ્રવાસનું બળ છે, શક્તિ છે.
વ્યા આત્મદર્શનની આંખ:
રુમીને બાપ રાજા કહે છે, “હે વિનીતા! દયા એ તે આત્મદર્શન, પરમાત્મદર્શનની આંખ છે. આંખ વિના દર્શન કેવું? આંખ હોય તે જ જોઈ શકાય, દર્શન થાય. દયા