________________
૧૦૦]
“ભગવતી ! જુઓ પિતાજીનું અવસાન થયું છે, અને આપને ભાઈ કઈ છે નહિ, માટે રાજ્યગાદી આપે સ્વીકારવી પડશે.”
રુકમી રાજા થવા ના પાડે છે – - રુકમી કહે, “મારે? શી વાત કરે છે? રાજા તરીકે તે કઈ પુરુષને સ્થાપ. હું સ્ત્રી જાત, મારી પાસેથી પરાક્રમની શી આશા રાખે? રાજ્ય તે પરાક્રમી ચલાવી શકે.”
મંત્રીઓ કહે છે, “માફ કરજે, આપનામાં જે પરાક્રમ અમે જોઈએ છીએ એવું આજે કઈ મરદમાં નથી દેખાતું.”
“મારામાં પરાક્રમ? શું પરાક્રમ જુઓ છે ?
આપનામાં પરાક્રમ બ્રહ્મચર્યનું અજોડ છે. આવા રાજશાહી વાતાવરણમાં રહેવા છતાં આપ મને વિશુદ્ધ બ્રહ્મચર્યની નિર્મળતા જે ઝગમગાવી રહ્યા છે એ અદ્ભુત છે. એ પરાક્રમ હજારો શત્રુઓને યુદ્ધભૂમિ પર મહાત્ કરનારા પરાક્રમ કરતાં કેઈ ગુણું ઊંચું છે.”
કુમી કહે છે, પણ એ રાજ્ય ચલાવવામાં શું કામ લાગશે? દુશ્મન રાજાને હલે આવે તે શું ઉપયોગ થવાને?
અહીં મંત્રીઓ જે જવાબ દે છે એ જોતાં પહેલાં ધર્મ રંગ શું ચીજ છે જુએ. એ વિચાર બહ તત્વ-ભર્યો છે, ઘણું ઘણી રીતે એ જીવનને પ્રેરણા આપે એ, માર્ગદર્શન કરે એવો છે. રુકમી પોતાના ધર્મમાર્ગમાં એવી લીન બનેલી છે કે એને મેટા રાજા બનવાને ય કોઈ રસ નથી. એટલે મંત્રીઓ વિનવે છે આગ્રહ કરે છે છતાં એ ટાળવા મથી રહી છે. માત્ર શબ્દને સવાસલે નથી હો, દિલની જ રાજા બનવા પ્રત્યે અરુચિ છે, એટલે છૂટવાને માટે ખેંચી રહી છે.