________________
૬]
નથી ઊઠતી; એટલે આત્માના નિરાળા સ્વરૂપની શ્રદ્ધા-સહણ -દર્શન શાનું હોય ?. -
ત્યારે દયા વિના પરમાત્મદર્શન પણ અશક્ય છે, કેમકે એમાં ભગવાનની મૂર્તિ જોઈ, પણ મૂર્તિ જેની છે એનું સ્વરૂપ ન જાણ્યું, એ કાંઈ પરમાત્મ-દર્શન નથી. પરમાત્માનું સ્વરૂપ જાણવું પડે. એ સ્વરૂપમાં પરમાત્માએ સ્વયં કરેલી અનત જીવ પર દયા અને જગતને ઉપદેશેલી દયા પણ આવે. એની શ્રદ્ધા કરીએ એમાં સહેજે દયા તત્વ આગળ થાય. હવે જે દયાની શ્રદ્ધા ધરી નથી, તે દયાના શ્રેષ્ઠ પેગંબર પરમાત્મા પર શ્રદ્ધા શી રહી ?
વળી એ પણ વસ્તુ છે કે દયાની આંખ ન લેવામાં જીવનું કાર હૃદય અને અહંવ જેર કરતાં હોય છે. એ એક મહાન અંધાપે છે. પછી ત્યાં આત્મ-દર્શન પરમાત્મ-દર્શન શાનું થાય ? એ માટે તો હૃદય મુલાયમ, દયાદ્ર, અને નમ્ર જોઈએ. નહિતર તો “શાસ્ત્રના અક્ષરો વાંચી આત્માને ઓળખી લીધે' એવી એક ભ્રમણામાત્રમાં તણાવાનું થાય. દુઃખિત જો માટે જે કમળતા નથી તો જીવતનું દર્શન કેવું ? - રુકમીને રાજા કહે છે, “હે કુળદીવી! જરા ય મુંઝાઈશ નહિ. દાન, પૌષધ, તપસ્યા કરતી રહે, અને સૂક્ષ્મ પણ પર ખૂબ દયાભાવ કેળવતી–વધારતી જા. એમાં વળી શાસ્ત્ર-સ્વાધ્યાયને બહુ અવકાશ મળશે. એથી ચિત્તમાં સર્વપ્રકાશ અને ધર્મબળ વધતું જશે. પછી તારે જીવનમાં કોઈ અપકૃત્યની શંકા જ રાખવાની નહિ રહે. મન સહજ ભાવે એના તરફ ઘણાવાળું બનશે. સત્કાર્યનો જ એક સ્વભાવ બની જશે. જીવન ખૂબ જ ઉનત બનતું જશે. એમાંનું કશું આપઘાતમાં નહિ મળે. માટે એને વિચાર સ્વને પણ લાવીશ મા.”