________________
૯૦]
[ રુકમી
જે આ સંસારમાં બીજાના પ્રિય પ્રાણ લૂંટી ઘોર અશાતા આપીને સુખ મળે છે, એ આંચકેલ સંસાર-સુખના દારુણ વિપાકમાં જીવને પછી આ સંસારની દુર્ગતિઓમાં ભયંકર દુઃખ–કલેશ-ત્રાસમાં સહેજે દીર્ઘકાળ રીબાયા કરવું પડે એ આ સંસાર ગોઝારે છે. માટે એના પર વૈરાગ્ય જ હોય. સંસારનું મોટું પાપ આ જીવહિંસા છે, હૈયે પ્રત્યે દયાભાવ નથી એટલે સંસારના સુખની લાલસા બની રહે છે; નિર્ભિકપણે સુખે લેવા દોડાય છે. હૃદયમાં જીની દયા ન સ્કુરે, પછી સંસાર સુખે પ્રત્યે ઘણું, જુગુપ્સા, બૈરાગ્ય કયાંથી આવે? હાય ! મારે વિષય સુખ લેવા જતાં આ બિચારા ને સંહાર સર્જાય છે તો એવા સંહારજન્ય સુખનું મારે શું મહત્ત્વ માંડવું? ધિક્કાર છે આ સુખના રાગને! સુખની લાલસાને! ધિક્કાર હો આ સુખને ને સુખના વિષયને!” આ વરાગ્યભાવ જી પ્રત્યે દિલમાં દયાભાવ આવે તે જાગે ને?
“માટે હે વિવેકવતી ! વિનય-વૈરાગ્યાદિ ગુણોને સંચય તે પહેલી દયા હોય તે થાય. તેથી દયા એ તે ગુણોને કંદ છે.
(૩) એમ, દયા એ આત્માની ઉન્નતિનું પહેલું પગથિયું છે. કેમકે આત્માની ઉન્નતિ જીવન અનાદિ સહજ (સ્વાભાવિક ) રાગ-દ્વેષાદિરૂપ મળના હાસથી–એાછાશથી શરૂ થાય છે. પછી એના પર અપુનબંધક માર્ગાનુસારી, માર્ગ પતિત સમ્યગદષ્ટિ વગેરે અવસ્થા સર્જાય છે. આ સહજ મળને હાસ થવાના લક્ષણમાં પહેલું દુઃખિતેવુ દયા દુઃખપીડિત જીવ પર દયા છે. એને અર્થ આ, કે જે દયા નથી પ્રગટી તે સહજ મળ ઓછા થયાની કે થવાની વાત શી? આત્માનું ઉત્થાન કેવું ? ચૌદ ગુણસ્થાનકના ઉન્નતિક્રમમાં પણ પહેલા ગુણસ્થાનમાં ય નીચેથી ઊંચેની કક્ષાએ ચડવા