________________
પ્રકરણ ૬ ]
સ્વર્ગમાં જઈ અટકે છે. માટે અતિ દુર્લભ પુણ્યશક્તિ અને સપુરુષાર્થ –કાળને દાન, પૌષધ, શીલ અને તપમાં લેખે લગાડી દે. એમાં ખરેખર બુદ્ધિમત્તા છે.”
પ્ર–દાન, શીલ, તપ બતાવ્યા, તે ભાવધર્મ કેમ ન બતાવ્યો ?
ઉવ-ઉતાવળા ન થાઓ. હજી રાજાનું વક્તવ્ય ચાલુ છે. એ ભાવ પણ કહે છે. પરંતુ ભાવધર્મમાં તમે કયે ભાવ પ્રથમ મહત્વને સમજે છે?
વૈરાગ્યના મૂળમાં શું ? - પ્ર–વૈરાગ્યને ભાવ પ્રથમ ખરે ને?
ઉ–ખરે, પણ એ ય કયા ભાવ પર મજબૂતપણે ઊભો થાય એ વિચારે.
પ્ર-સંસાર બેટો છે, અનાદેય છે, એ ભાવ ઉપર. - ઉ૦-એ તે વૈરાગ્યનું રૂપાંતર બેલ્યા. સંસાર ખેટ શા માટે ?
પ્ર-દુઃખમય છે માટે. ઉ૦-દુઃખ શાથી? પ્ર-પાપ કરાય છે માટે.
ઉ૦-મેટું પાપ કયું? એ વિચારે એટલે મૂળ ભાવ હાથ લાગશે કે જેથી આ પાપ-ભર્યો સંસાર છે, તેથી એ અસાર, નિર્ગુણ છે, ત્યાજ્ય છે, એવે વૈરાગ્યને ભાવ જાગશે, તે બેલે એ મહાપાપ કયું?
પ્ર.-આપ જ કહો. ઉ–જુઓ આ રાજાના આગળના કથનમાંથી જ જડે છે. =