________________
૮૦ ]
[ રુકમી મારે જેવું ખાસ જરૂરી હોય એટલું જ જોઈશ, સાંભળવું અત્યંત જરૂરનું હોય એટલું જ સાંભળવાને વિચારવું જરૂરી હોય તે જ વિચારવાને.” આ નકકી કરે, તે પ્રમાણે પ્રયત્ન ચીવટ રાખે, પછી જુઓ કેટલે બધે ફેર પડી જાય છે. આ જગતનું જ જોયા કરશે તે પછી પોતાના આત્માનું કયારે જેવાના? “
જીવનની કિંમતી ઘડીઓ ચાલી જાય છે, તે અહીં જ શક્ય એવું આ મહાન કામ,-પિતાના આત્માનું જોવાનું,-એ રહી જાય છે. જગતનું તે અનંત કાળથી જોતા આવ્યા ને હજી જેવું હોય તે મળશે, પણ એમાં શે દી વળશે?