________________
૮૨]
[ રુકમી રીતે કલંકિત કૃત્યને સંભવ નિવારી શકે એનો સંબંધ બતાવ્યું. • બીજી સાધનામાં સામાયિક અને પૌષધનાં ભવ્ય અનુષ્ઠાન અને એનાં અદ્દભુત મહત્વ બતાવ્યાં. હવે આગળ શું બતાવે છે એ એના જ શબ્દમાં જોઈએ.
આગળ ૨કમીને રાજા કહે છે “હે કુંવરી ! વળી તું એ છે કે તારે ભાવી કેઈ અનિષ્ટ પ્રસંગની સંભાવના કરવાની જરૂર જ શી છે? દાન અને પૌષધ–સામાયિક ઉપરાંત ઉપવાસ વગેરે તપસ્યાઓ તું આચર. એ એવી બળવાન છે કે એ દુષ્કૃત્યને જીવનમાં પેસવા ન દે. એનું કારણ એ છે કે –
જૈન શાસનમાં તપનું મહત્વ બાહ્ય તપના લાભ -
હે સૂભળે ! (૧) તપ એ તે અનેકાનેક બાહ્ય આભ્યન્તર રેગોને નિવારનાર એક જબરદસ્ત રસાયણ છે. (૨) એનાથી ચિકણાં પણ કર્મ નાશ પામે છે. (૩) એટલે દુર્બુદ્ધિ જાગે જ શાની? જે તપ વીતરાગ થવા સુધીને સમસ્ત મેહનીય કર્મને ભુક્કો કરી નાખે, એને એથી નીચેના મેહનીય કર્મ નાશ કરવામાં શી વાર? જેને દુર્મતિ, પાપલેશ્યા, ખરાબ વગેરે ખરેખર નથી ગમતા, એણે તપને તે બરાબર પકડી લેવો જોઈએ. દુષ્ટ મતિને ખરેખર ભય છે, તે તપને તે ભારે રાગ જોઈએ, ને એનું નક્કર સેવન જોઈએ. કારણ, તપ શરીર અને મનને કસે છે.
રસકસની ખરાબ અસર –
“હે તેજસ્વિની! (૪) બીજી એ પણ વાત ખાસ ધ્યાનમાં લેજે કે આત્મામાં કામના વિકારે રસકસવાળા ખાનપાન ઉપર મહાલે છે, કેમકે એનાથી શરીરની ધાતુઓ પુષ્ટ બને, ઉત્તેજિત બને,