________________
પ્રકરણ ૫]
[છ૯ મનને કહેવું અરે ! એ બહારની ચીજ કરતાં મનમાં કલ્પેલી એથી ય સુંદર જોઈ શકીશ. બહાર તે કદાચ બે માઈલનું અને સાદું તળાવ દેખાશે, પણ અંદરમાં પાંચ માઈલનું અને એમાં રાજહંસ, ચક્રવાક પક્ષીઓ, સુંદર નાવડીઓ, કિનારા પર મજેના વૃક્ષો, હરિયાળી વગેરે જેટલું કલ્પવું હશે એટલું કલ્પીને જોઈ શકશે, એમ કલ્પનાના ભવ્ય સનસેટ પિઈટને જોઈ શકશે. તે પછી બહારમાં ખેટી જિજ્ઞાસાએ કરી શું ભટકવું'તું ?
ખરી વાત એ છે કે જગતનું ન જોયામાં નવ ગુણ કેમકે જેવાથી રાગ-દ્વેષ ઊઠે છે, મેહ જાગે છે, વાસના સળવળે છે, વિકલ્પ જન્મે છે, ચાલુ શુભ પ્રવૃત્તિની શુભ વિચારધારા તૂટે છે, શુભ ભાવ ખોટકાય છે, બહારના રસથી આધ્યાત્મિક રસ ઓછો થઈ જાય છે....વગેરે વગેરે કેટલા ય નુકસાન છે.
જીવ બહારને પરિચય બહુ રાખે છે, તેથી જ એને રસ એના વિચારે વધે છે, અને એટલે જ ધર્મક્રિયા, તત્વચિંતન, શાસ્ત્રસ્વાધ્યાય વગેરેમાં ચિત્ત સ્થિર રહેતું નથી, નવકારવાળી સીધી તન્મય ચિત્તથી ચાલતી નથી. દેવના દર્શન પૂજન વગેરે બધું રખડતા ચિત્તે ! આ દુર્દશા સુધારવી હોય તે બહારને પરિચય બહુ ઓછો કરી નાખો, બાહા રસ મંદ કરી દેવો.
પ્રજગતની વચ્ચે બેઠી બહારની વસ્તુને પરિચય શે ઓછો થાય ?
ઉ –એમાં શું? જગતમાં બેઠા એટલે શું કાંઈ એવી એવી એને ગુલામી લખી આપી છે કે “તારૂં બધું જોયા કરીશ, સાંભળ્યા કરીશ, વિચાર્યા કરીશ ? ના, મનને નક્કી કરે કે