________________
પ્રકરણ ૫]
७७
ગુમાવવાનું થયું; ત્યાં મનને વિકલ્પ ન થાય ? ના, અહી સ્વભાવનું આલેખન. ઉપયેગી મને છે. સ્વભાવને વિચાર આ રાખવાને કે ભલે પુરુષાર્થ સીધા અને સચાટ કર્યાં, પરંતુ ફળ તે, એા સહકારમાં કાળ, સ્વભાવ, ભવિતવ્યતા અને ભાગ્ય, જેવા સ્વરૂપના આવી મળ્યા, તેવું જ નીપજે, એ સ્વાભાવિક છે. પ્રસ્તુતમાં એમાંના કોઈ ભાગ્ય વગેરે પ્રતિકૂળ હશે માટે ધાર્યુ* કમાણીનું ફળ ન થયું. એ તેા એમજ અને. ત્યાં સ`કલ્પ-વિકલ્પ કરવાની શી જરૂર છે? જે બન્યું તે સ્વાભાવિક જ બન્યુ છે.
સ્વાભાવિક એટલે કુદરતી, અર્થાત્ સમગ્ર હકીકતા પર નિર્માણ થતી વસ્તુ-સ્થિતિ.
અહી' સમગ્ર અને વસ્તુસ્થિતિ પર ધ્યાન દેવા જેવું છે. આપણે ભૂલા પડીએ છીએ ત્યારે કોઇ એક કે અમુક જ હકીકતની કડી મૂળ સાથે જોડવા મથીએ છીએ, સમગ્રની કડી નહિ. આ ખાટું છે. આથી જ વિકલ્પો ઊઠે છે, કષાય ભભૂકે છે, આર્ત્ત ધ્યાન થાય છે. જો સમગ્ર હકીકતાને ધ્યાનમાં લઈએ . તે થાય કે કુદરતી એનું પરિણામ આ જ આવે. આવા પ્રકારના સમગ્ર કારણેાથી કાર્ય ની ઉત્પત્તિ થાય એ વસ્તુસ્થિતિ કહેવાય. સ્વભાવનુ આલંબન કરવાનું એટલે સમગ્ર હકીકતને યાને સંપૂર્ણ વસ્તુસ્થિતિને ધ્યાનમાં લેવાની, એના શ્રદ્ધાળુ બનવાનુ. અર્થાત્ એવા વિશ્વાસ હાય કે અમુક પ્રકારની સમગ્ર હકીકતામાં તેવા રૂપનુ જ કાર્યો થાય એ વસ્તુસ્થિતિ છે. કુદરતી અને કાય કારણ-ભાવના નિયમસરની વસ્તુસ્થિતિ પર ખેત-ઉદ્વેગ, શાક, વિકલ્પ કરવા નકામા છે.