________________
અને એની જ ખુશી-નાખુશ જોનારાને ઘરે રહેલી સતી સ્ત્રીની ચિંતા શાની હોય?
જીવ જડની પાછળ જ મરે છે. અહીં જડની ઊજળામણ કે મલિનતા પાછળ પિતાના દિલમાં કલુષિત કલુષિત ભા ઊભા કર્યા કરે છે, એથી જાતે મલિન બને છે, અને અહિં જરાય સ્થિરતાને અનુભવ કરવા પામતે નથી. ચળવિચળતા, અસ્વસ્થતા, અશાંતિ, ચિંતા-સંતાપ કે મૂઢ મૂચ્છમાં તણાયે જાય છે.
ત્યારે પરલોકની દૃષ્ટિએ પણ અહીંથી ભારખાનું ભરી જવાનુંય એ કચરાપટ્ટી ભાવના કુસંસ્કારનું! જે પછી એવાને એવા હૈયાબળ ભાવમાં જ એને ડૂબાડી રાખે છે, તેમજ અને કાનેક પ્રકારની પાપ કારવાઈમાં ફો-ફસાયે રાખે છે. પાપિષ્ટતા એટલું જ નહિ પણ અહીંની ચળવિચળતા મલિન રાગાદિ ભાવે, કુવિક, દુર્ગાન વગેરેથી ઉપજેલા ધૂમ પાના દારુણ વિપાકરૂપે પરલેકમાં દુઃખ-દૌર્ભાગ્ય, રેગ-શેક, દીનતા-દરિદ્રતા, પ્રહાર-પરવશતા વગેરેના ત્રાસ વેઠવા પડે છે.
જીવનું મુખ્ય બગાડનાર મલિન ભાવે અને મલિન વિક છે.
જુઓ તંદલિયે મચ્છ શું કરીને શું પામે છે? આ જ ને કે મેટા મત્સ્યની પાંપણ પર રહ્યો રહ્યો એના ખુલ્લા મુખમાં નાનાનાના કેઈ માછલા પેસતા-નીકળતા જોઈ બળ્યા કરવાનું, “આની જગ્યાએ હું હોઉં તે આ એક ન છોડું,-” આવા કૂર વિકલ્પમાં તણુયા રહેવાનું, અને એના પરિણામે નરકમાં ફેંકાઈ જવાનું જ ને? આ બધુય મલિન ભાવના પ્રતાપે.