________________
૭૨ ] "
[ રુકમી સ્વભાવાલંબનમાં શું કરવાનું ? –
ભૂલતા નહિ, વસ્તુસ્વભાવનું આમ આલંબન પકડવાનું કે એને સ્વભાવ છે કે અમુક અમુક સંગમાં યા અમુક અમુક સમયમાં એનું એમ જ થાય, તે પછી એમ થવા દે.” એમ કરી મન શાંત-પ્રશાંત રાખવાનું. એવા પ્રશાંત મનના વિચાર પૂર્વક પિતાની જાતને જે રાગ-દ્વેષ, હર્ષ–ખેર, આસક્તિ-અરુચિ વગેરેના સંલેશથી યાને મલિન ભાવથી બચાવી લેવાનું નથી, ખોટા વિકલ્પ કરી જે ચળવિચળ થયા કરવાનું છે, પ્રજ્ઞાબુદ્ધિ સ્થિત, સ્થિર, અર્થાત્ સ્થિતપ્રજ્ઞતા રાખવાની નથી, તે પછી પિતાના ગુણસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યની સામે જોવાનું નહિ બને. પછી એ સર કરવાના આંતરિક પુરુષાર્થની વાતે ય કયાં? ' હૈયાના મેલા ભાવે અને પાપવિકલ્પને એ ખતરનાક પ્રભાવ છે કે જીવને દોષ–દુષ્કૃત્યમાં દટાયેલે રાખે! એને સ્થિરતા –સ્થિતપ્રજ્ઞતા-ગુણસામ્રાજ્ય-અનાસક્તભાવ વગેરેની આવશ્યક્તા ભાસવા જ નહિ દે, પછી આચરણા-અભ્યાસની તે વાતે ય શી? એને સારા વિચાર, સારા ભાવ, સારા વચન વ્યાપાર, સારી પ્રવૃત્તિ કશાની ય ફુરસદ નહિ હોય, કદાચ વળી બળાત્કારે કે ગમે તે રીતે સારી ધર્મપ્રવૃત્તિ-ધર્મવચચ્ચારણમાં ઘલાયે હશે તે ય કુવિકલ્પોથી એને ખરાબખાસ્ત કરી મૂકશે ! | માટે ચિત્તની સ્થિરતા જોઈતી હોય, તો કુવિકલ્પને અટકાવ્યે જ છૂટકેઃ એ અટકાવવા જ જોઈએ અને એને અટકાવવા માટે હૈયાને મલિન ભાવને રેકી આત્માના ગુણસામ્રાજ્ય –ધર્મસામ્રાજ્ય વિકસાવવાની ભારે તમન્ના ઊભી કરવી જોઈએ. આ માટે જે નહિ થાય તે સમજી રાખજે કે જીવનમાં શ્વાસ