________________
પ્રકરણ ૩]
જીવનમાં ભયંકર પાપે ન ઘુસી જાઓ, મધ્યમ પાપોનાં પણ ઉત્થાન ન છે, એવું તમે ઈચછા છે? જે હા, તે આ દાન અને સામાયિક પિષધનું વારંવાર આલ, બન કરે. દાનની કેટલી સુંદર વાત કહી? ભલે બધા પાસે રાજા જેવી દાન દેવા માટે સમૃદ્ધિ ન હોય, પરંતુ જીવે પોતાના જીવન-નિવહિના ખર્ચ ટૂંકામાં ટૂંકા કરી નાખી, બાકીમાંથી પહોંચ પ્રમાણે દાન કર્યું જવાનું, અને અંધ, પાંગળા, લૂલા, રેગી, દુખી, વગેરેનાં દુખ ટાળે જવાનું, એના પેટ ઠારવાનું, તેમજ સંત સાધુનાં સન્માન કર્યો જવાનું એક વ્યસન બનાવી દે, તે મન કેટકેટલું ચકખું થતું આવે ? એમ સામાયિક પિષધની મહાન સાધના કર્યું જાય, એથી પણ કેવી ભવ્ય ચિત્તવિશુદ્ધિ બનતી આવે? વિશુદ્ધ બનેલા ચિત્તમાં પછી પાપને વિચાર પણ શાને ઊઠે? આવી શુભ પ્રવૃત્તિ ભરચક કરવી નથી, અને મારું મન કેમ મેલું રહે છે? કેમ બીજા ત્રીજા વિચારે આવે છે કેમ સંકલ્પ વિકલ્પ થાય છે? એ ફરિયાદ કરવી નકામી છે. '
.
'