________________
[ રુકુમી સારી વિચાર્યું શી રીતે આવે? પિતાના આત્મસ્વભાવનું આલંબન કરવાથી, એના પર દષ્ટિ કેન્દ્રિત કરી એને વળગીને વિચારસરણું રાખવાથી આવે. દા.ત. સીતાજી જે જંગલમાં તગેડાઈ જવાને પ્રસંગ આવ્યું હોય, તે આ રીતે સ્વભાવ અંગે વિચારણને ઝેક રહે -
એકાએક આ શું થયું? પતિ કહે છે કે હું તે તમને પવિત્ર મહાસતી માનું છું પરંતુ આ લેક કહે છે -રાવણને ત્યાં રહી આવ્યા એ શાના પવિત્ર હોય? એમને હવે રાણી પદે કેમ રખાય? બસ, આટલા માટે મને દેશવટો તે પણ એકલા અટુલા ! અને તે ય કઈ પણ સાધન સામગ્રી વિના જ ! ફિકર નહિ. મારા આત્મા પરના પૂર્વના કર્મગ પાકવાના હિસાબે સ્વાભાવિક છે કે આત્મા આ જાતની અવસ્થામાં મૂકાય. આ વસ્તુસ્વભાવ છે, આત્માને ઔપાધિક સ્વભાવ છે. ઉપાધિ ટળી જતાં આત્માને આ કશું નથી રહેવાનું. એ એના મૂળ સ્વભાવમાં રહેવાનો.” છે શરીરને દાખલે લે. શરીર સહેજે ગમે તેવું સશક્ત નિરોગી તાંબા જેવું હોય, છતાં શરદી-સળેખમને પ્રકેપ થયે તે ત્રણ દિવસ આગંતુક નબળાઈ, હાડમાં તાવ, શિવેદના વગેરે આવે એ વસ્તુસ્વભાવ. પરંતુ તેથી શરીરના આંતરિક આરોગ્યને, લષ્ટપુષ્ટતાને કઈ વાંધે નથી. ત્રણ દિવસ એ શરદી–સળેખમને પિષક ખાન-પાન દેવાનું બંધ રાખી ઉપવાસ જ ખેંચી કાઢયા, પછી પારણે તદ્દન હલકું સાદું અને ઓછામાં ઓછી વિગઈ એવાળું લેવાનું રાખ્યું તે સ્કુતિ આવવા લાગી,પૂર્વવત્ સ્વસ્થ બનવા