________________
૪૦ ]
[ મી જીવન કેવું આવશે ત્યાં કષ્ટ નહિ જ આવે, ને ત્યાં પાપનહિ જ પકડે, એનીય કઈ ખાતરી નથી. ઉલટું, આત્મહત્યા અને અસમાધિવાળા મનને લીધે સાચે જ અહીં કરતાં વધુ કષ્ટ અને પાપકૃત્યવાળું જીવન મળે એ બહુ સંભવિત છે. પછી તુંજ કહે, અહીં કષ્ટને કંટાળે કે પાપકૃત્યની ભાવી આગાહી કરીને એનાથી છૂટવા મરી ગયા, પણ તેથી શું? આગળ પર કષ્ટ કે પાપકૃત્યથી બચી જ જવાનું થોડું જ નક્કી છે?
- “માટે હે ભાગ્યવતી ! વિવેકને વિચાર કર. અવિવેકના ઘરની ગણતરી મનમાં ય લાવીશ ના. . ..
આના પછીના ભવ તે અનિશ્ચિત છે કે કેવાં ય. ભરચક કચ્છ અને દુલ્યવાળા મળે. ત્યારે અહીં તે નિશ્ચિત સારી અને સમર્થ ભવહાથમાં છે. કુળને, અહીં તને જે ડર છે એવા, કલંક લાગે એવા પાપાચરણથી બચવાની મજબૂત ભૂમિકા ઊભી કરી શકીએ છીએ. એના ઉપાય છે. એ માટે જ્ઞાની ભગવંતેએ બતાવેલા સચોટ ઉત્તમ ઉપાયે આદરવાની અહીં મહાન શક્યતા છે. તે આ શક્ય અને હાથવેંતની વસ્તુ ગુમાવી સંદેહવાળા પરલોકના અંધકારમાં શા માટે ભૂસકે માર?
“હે વિવંતી! આ વિષમ જગતમાં જે ને કે જીવને કષ્ટ પણ કેટકેટલાં છે? ને દુર્ગુણ-દુષ્કૃત્યે પણ કેટલાં પારાવાર છે ત્યારે આપઘાત પછી એવા હલકા કીડા-પશુના જીવનમાં ઝડપાઈ ગયા તે કઈ દશારી કેટકેટલાં દુખ ! કેવાં